શાહિદ કપૂરનો ટ્રાવેલ-પ્લાન થયો લીક : ઈ-મેઇલ લીક થતાં સેફ્ટીને લઈને ફૅન્સ થઈ ગયા નારાજ
શાહિદ કપૂર
શાહિદ કપૂરનો હાલમાં ૨૪ દિવસનો ટ્રાવેલ-પ્લાન લીક થતાં તેના ફૅન્સ નારાજ થયા છે. શાહિદ મુંબઈથી દિલ્હી જવાનો છે અને ત્યાંથી સીધો ટોક્યો જશે. ટોક્યોથી સિડની અને ન્યુ યૉર્ક, પૅરિસ, ઇસ્તનબુલ અને અબુ ધાબીથી ફરી મુંબઈ આવશે. એક ઈ-મેઇલ લીક થયો છે અને તે કઈ હોટેલમાં રોકાશે એ પણ એમાં જણાવવામાં આવ્યું છે. તે આટલા બધા દેશમાં શું કામ જઈ રહ્યો છે એ વિશે નથી જણાવવામાં આવ્યું, પરંતુ તે જઈ રહ્યો છે તેમ જ હોટેલની સાથે કઈ કંપનીની ફ્લાઇટ બુક કરવી એ પણ એમાં દેખાડવામાં આવ્યું છે. જપાન અને ટર્કી માટે હજી પણ તેના વીઝા પેન્ડિંગ છે. તેનું તમામ બુકિંગ તેના ફ્રેન્ડ દ્વારા કરવામાં આવે છે. જોકે આમ છતાં ઈ-મેઇલ લીક થયો એને લઈને તેના ફૅન્સ ખૂબ જ નારાજ છે. શાહિદ ક્યા રોકાશે, કયા દિવસે કઈ ફ્લાઇટમાં જશે એ દરેક વસ્તુ હોવાથી તેની સેફ્ટીને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે.