Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટોક્યો, સિડની, ન્યુ યૉર્ક, પૅરિસ, ઇસ્તનબુલ, અબુ ધાબી, મુંબઈ

ટોક્યો, સિડની, ન્યુ યૉર્ક, પૅરિસ, ઇસ્તનબુલ, અબુ ધાબી, મુંબઈ

19 April, 2024 06:16 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શાહિદ કપૂરનો ટ્રાવેલ-પ્લાન થયો લીક : ઈ-મેઇલ લીક થતાં સેફ્ટીને લઈને ફૅન્સ થઈ ગયા નારાજ

શાહિદ કપૂર

શાહિદ કપૂર


શાહિદ કપૂરનો હાલમાં ૨૪ દિવસનો ટ્રાવેલ-પ્લાન લીક થતાં તેના ફૅન્સ નારાજ થયા છે. શાહિદ મુંબઈથી દિલ્હી જવાનો છે અને ત્યાંથી સીધો ટોક્યો જશે. ટોક્યોથી સિડની અને ન્યુ યૉર્ક, પૅરિસ, ઇસ્તનબુલ અને અબુ ધાબીથી ફરી મુંબઈ આવશે. એક ઈ-મેઇલ લીક થયો છે અને તે કઈ હોટેલમાં રોકાશે એ પણ એમાં જણાવવામાં આવ્યું છે. તે આટલા બધા દેશમાં શું કામ જઈ રહ્યો છે એ વિશે નથી જણાવવામાં આવ્યું, પરંતુ તે જઈ રહ્યો છે તેમ જ હોટેલની સાથે કઈ કંપનીની ફ્લાઇટ બુક કરવી એ પણ એમાં દેખાડવામાં આવ્યું છે. જપાન અને ટર્કી માટે હજી પણ તેના વીઝા પેન્ડિંગ છે. તેનું તમામ બુકિંગ તેના ફ્રેન્ડ દ્વારા કરવામાં આવે છે. જોકે આમ છતાં ઈ-મેઇલ લીક થયો એને લઈને તેના ફૅન્સ ખૂબ જ નારાજ છે. શાહિદ ક્યા રોકાશે, કયા દિવસે કઈ ફ્લાઇટમાં જશે એ દરેક વસ્તુ હોવાથી તેની સેફ્ટીને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

19 April, 2024 06:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK