Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સાબુથી રિયલ એસ્ટેટ સુધી ફેલાયેલા ૧૨૭ વર્ષ જૂના ગોદરેજ ગ્રુપના ભાગલા પડ્યા

સાબુથી રિયલ એસ્ટેટ સુધી ફેલાયેલા ૧૨૭ વર્ષ જૂના ગોદરેજ ગ્રુપના ભાગલા પડ્યા

02 May, 2024 07:54 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મંગળવારે કંપનીએ એક નિવેદન જાહેર કરીને ગ્રુપને બે ભાગમાં વહેંચવાના નિર્ણયની જાહેરાત કરી હતી.

અદી ગોદરેજ , જમશેદ ગોદરેજ

અદી ગોદરેજ , જમશેદ ગોદરેજ


ઉદ્યોગજગતના મોખરાના પરિવાર ગણાતા ૧૨૭ વર્ષ જૂના ગોદરેજ ગ્રુપના ભાગલા થયા છે. મંગળવારે કંપનીએ એક નિવેદન જાહેર કરીને ગ્રુપને બે ભાગમાં વહેંચવાના નિર્ણયની જાહેરાત કરી હતી. ગ્રુપનો એક હિસ્સો ૮૨ વર્ષના અદી ગોદરેજ અને તેમના ભાઈ નાદિરના ભાગે આવ્યો છે, જ્યારે બીજો હિસ્સો અદી ગોદરેજના કાકાના ભાઈ જમશેદ અને બહેન સ્મિતા ગોદરેજના ભાગે આવ્યો છે. 

ગોદરેજ ગ્રુપ : કોના ભાગે શું આવ્યું? 

અદી અને નાદિરે ગોદરેજ ઇન્ડસ્ટ્રી પોતાની પાસે રાખી છે, જેમાં પાંચ લિસ્ટેડ કંપની છે. 

જમશેદ અને સ્મિતાના ભાગમાં અન-લિસ્ટેડ કંપની ગોદરેજ ઍન્ડ બૉય્ઝ તથા મુંબઈમાં ૩૪૦૦ એકર જમીન સહિતની સંપત્તિ આવી છે. 



ગોદરેજ ગ્રુપની લિસ્ટેડ કંપનીઓમાં ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ, ગોદરેજ કન્ઝ્યુમર, ગોદરેજ પ્રૉપર્ટીઝ, ગોદરેજ ઍગ્રોવેટ અને એસ્ટેક લાઇફસાયન્સનો સમાવેશ થાય છે. નાદિર ગોદરેજ એના ચૅરમૅન રહેશે. 


અદી ગોદરેજનો ૪૨ વર્ષનો પુત્ર પિરોજશા ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના એ​ક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટનું પદ સંભાળશે. પિરોજશા ઑગસ્ટ ૨૦૨૬માં નાદિરનું સ્થાન લેશે.


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2024 07:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK