શાહિદે તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં આ તસવીરો શૅર કરી હતી
શાહિદે તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં આ તસવીરો શૅર કરી હતી
હાલમાં શાહિદ કપૂર ક્રિકેટનો ડ્રેસ પહેરીને લંડનના લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતો જોવા મળ્યો હતો. એ સમયે તેની પત્ની મીરા કપૂર ત્યાં હાજર હતી. શાહિદે તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં આ તસવીરો શૅર કરી હતી અને તેની આ તસવીરોએ ફૅન્સનું દિલ જીતી લીધું હતું. આ તસવીરો જોઈને ફૅન્સને શાહિદની ફિલ્મ ‘જર્સી’ યાદ આવી ગઈ હતી.
લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડના સત્તાવાર સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં શાહિદની તસવીરો શૅર કરીને કૅપ્શન લખવામાં આવી હતી, ‘આજે ક્રિકેટના ઘરમાં શાહિદ કપૂરનું રમવું એક ખાસ સન્માન છે.’


