ફોટોગ્રાફર્સ તેના પર ધસી રહ્યા હોય એ રીતે વર્તન કરતાં શાહિદ તેમના પર ગુસ્સે થઈ ગયો હતો.
શાહિદ કપૂર પત્ની મીરા રાજપૂત સાથે
શાહિદ કપૂર હાલમાં જ તેની પત્ની સાથે ડિનર પર ગયો હતો એ દરમ્યાન ફોટોગ્રાફર્સ પર ભડકી ગયો હતો. તે સોમવારે રાતે ડિનર માટે ગયો હતો ત્યારે તેમનો ફોટો લેવા માટે ફોટોગ્રાફર્સ પડાપડી કરી રહ્યા હતા. શાહિદ ઘણા સમય બાદ તેની પત્ની સાથે આ રીતે ડિનર પર જોવા મળ્યો હતો. શાહિદનો હાલમાં જ ટ્રાવેલ-પ્લાન લીક થયો હતો એટલે તે કામ માટે જાય એ પહેલાં પત્ની સાથે ડિનર પર ગયો હતો. જોકે ફોટોગ્રાફર્સ તેના પર ધસી રહ્યા હોય એ રીતે વર્તન કરતાં શાહિદ તેમના પર ગુસ્સે થઈ ગયો હતો. તે ગુસ્સે થતાં સોશ્યલ મીડિયા પર લોકોનાં મિક્સ રીઍક્શન મળી રહ્યાં છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે તેમને લીધે તો પબ્લિસિટી મળે છે અને કેટલાક લોકો કહી રહ્યા છે કે તેનો ટ્રાવેલ-પ્લાન લીક કર્યા બાદ તેની પાસે બીજી શું અપેક્ષા રાખો છો.