Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘પઠાન’ની રિલીઝને જોતાં ગુજરાતનાં ​મલ્ટિપ્લેક્સિસ અને થિયેટર્સને પ્રોટેક્શન આપશે પોલીસ

‘પઠાન’ની રિલીઝને જોતાં ગુજરાતનાં ​મલ્ટિપ્લેક્સિસ અને થિયેટર્સને પ્રોટેક્શન આપશે પોલીસ

20 January, 2023 03:51 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મને લઈને દેશમાં વિરોધ શરૂ થયો છે. ફિલ્મના ‘બેશરમ રંગ’ ગીતને લઈને અનેક સંગઠનો અને રાજકીય નેતાઓએ વિરોધ દેખાડ્યો છે

શાહરુખ ખાનની ફિલ્મ પઠાન

શાહરુખ ખાનની ફિલ્મ પઠાન


શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની ‘પઠાન’ની રિલીઝને જોતાં ગુજરાતનાં ​મલ્ટિપ્લેક્સિસ અને થિયેટર્સને પ્રોટેક્શન આપવાનું પોલીસે નક્કી કર્યું છે. આ ફિલ્મને લઈને દેશમાં વિરોધ શરૂ થયો છે. ફિલ્મના ‘બેશરમ રંગ’ ગીતને લઈને અનેક સંગઠનો અને રાજકીય નેતાઓએ વિરોધ દેખાડ્યો છે. આ ગીતમાં દીપિકાએ પહેરેલી કેસરી બિકિનીને લઈને વિવાદ શરૂ થયો છે. ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની પણ માગણી ઊઠી રહી છે. પચીસ જાન્યુઆરીએ જ્યારે આ ફિલ્મ રિલીઝ થવાની છે ત્યારે હોબાળો થશે. એથી મલ્ટિપ્લેક્સિસ અને થિયેટર્સના માલિકોએ સરકારને વિનંતી કરી છે કે જે પ્રકારે ફિલ્મને લઈને ડરનું વાતાવરણ છે એને જોતાં પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે. ગુજરાત મલ્ટિપ્લેક્સ અસોસિએશને સરકારને પત્ર લખીને પોતાની વાત માંડી હતી. આ જ કારણ છે કે સરકારે તેમની વાતની નોંધ લઈને પ્રોટેક્શન આપવાનું નક્કી કર્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

20 January, 2023 03:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK