Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘પઠાન’માં અમે અમર, અકબર અને ઍન્થની જેવા છીએ : શાહરુખ ખાન

‘પઠાન’માં અમે અમર, અકબર અને ઍન્થની જેવા છીએ : શાહરુખ ખાન

01 February, 2023 02:58 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તાજેતરમાં ‘પઠાન’ માટે એક મીડિયા ઇવેન્ટ યશરાજ ફિલ્મ્સ દ્વારા યોજાઈ હતી

જૉન એબ્રાહમ, દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાન તસવીર સતેજ શિંદે

જૉન એબ્રાહમ, દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાન તસવીર સતેજ શિંદે


શાહરુખ ખાનનું કહેવું છે કે ‘પઠાન’માં હું, દીપિકા પાદુકોણ અને જૉન એબ્રાહમ અમર, અકબર અને ઍન્થની જેવાં છીએ. તેમની ‘પઠાન’ દેશ-વિદેશમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ અને યશરાજ ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી છે. તાજેતરમાં ‘પઠાન’ માટે એક મીડિયા ઇવેન્ટ યશરાજ ફિલ્મ્સ દ્વારા યોજાઈ હતી. એ વખતે શાહરુખ, દીપિકા અને જૉને ઘણીબધી વાતો કરી હતી અને આ ઇવેન્ટને એન્જૉય કરી હતી. અમર, અકબર અને ઍન્થની સાથે સરખાવતાં શાહરુખે કહ્યું કે ‘આ દીપિકા છે એ અમર છે. હું શાહરુખ અકબર છું અને જૉન ઍન્થની છે. એથી અમે અમર, અકબર અને ઍન્થની છીએ. આ જ વસ્તુ સિનેમાને બનાવે છે. અમારી સંસ્કૃતિમાં કોઈ ભેદભાવ નથી. અમે દર્શકોના પ્રેમના ભૂખ્યા છીએ. ફિલ્મનું કલેક્શન એટલું મહત્ત્વ નથી રાખતું જેટલો અમને લોકોનો પ્રેમ મળ્યો છે. એનાથી વિશેષ કાંઈ નથી.’

296.50
છ દિવસમાં ‘પઠાન’એ આટલા કરોડ રૂપિયાનો કર્યો બિઝનેસ


Whatsapp-channel Whatsapp-channel

01 February, 2023 02:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK