Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ફૅન્સમાં ગજબનો જોશ

26 January, 2023 06:27 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લગભગ ચાર વર્ષ બાદ શાહરુખ આ ફિલ્મ દ્વારા સ્ક્રીન પર પાછો ફર્યો છે.

પઠાણનો ફૅન્સમાં ગજબનો જોશ

પઠાણનો ફૅન્સમાં ગજબનો જોશ


પટનામાં અને કલકત્તામાં ‘પઠાન’ની રિલીઝને જોતાં શાહરુખ ખાનના ફૅન્સે કેક કટિંગ કરીને એને સેલિબ્રેટ કરી હતી. લગભગ ચાર વર્ષ બાદ શાહરુખ આ ફિલ્મ દ્વારા સ્ક્રીન પર પાછો ફર્યો છે. એવામાં તેના ફૅન્સની ખુશી સમાતી નથી. થિયેટર્સની બહાર લાગેલા ફિલ્મનાં પોસ્ટર સાથે ફૅન્સે સેલ્ફી લીધા હતા, તો શાહરુખના પોસ્ટરને પણ કેક ખવડાવી હતી. કેટલાક એવા જબરા ફૅન્સ હતા જેમણે ‘શાહરુખ ખાન ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા, તો મુંબઈમાં પણ શાહરુખની ફૅન ક્લબના સભ્યો આ ફિલ્મ જોવા ઊમટ્યા હતા. આ ફિલ્મમાં શાહરુખ ખાન સાથે દીપિકા પાદુકોણ અને જૉન એબ્રાહમ લીડ રોલમાં છે.

20000


પહેલા દિવસે મુંબઈ સર્કિટમાં ‘પઠાન’ના આટલા શો યોજાયા હતા. પહેલી ભારતીય ફિલ્મ છે જે વિશ્વના ૧૦૦ દેશમાં રિલીઝ થઈ છે.

 ​શાહરુખ ખાન પ્રત્યેની ​દીવાનગી અને પબ્લિક ડિમાન્ડને જોતાં આખા દેશમાં ‘પઠાન’ના મધરાતે સાડાબાર વાગ્યાના શો પણ યોજાઈ રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

26 January, 2023 06:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK