Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મેં મારા સૌથી ફેવરિટ કો-સ્ટાર સાથે ફરી કામ કર્યું : દીપિકા પાદુકોણ

મેં મારા સૌથી ફેવરિટ કો-સ્ટાર સાથે ફરી કામ કર્યું : દીપિકા પાદુકોણ

24 January, 2023 03:53 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દીપિકાની પહેલી ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’માં શાહરુખ હતો. ત્યાર બાદ તેણે શાહરુખ સાથે ‘ચેન્નઈ એક્સપ્રેસ’ અને હૅપી ન્યુ યર’માં પણ કામ કર્યું હતું

દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાન ઇન ફિલ્મ પઠાન

દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાન ઇન ફિલ્મ પઠાન


‘પઠાન’માં શાહરુખ ખાન સાથે કામ કરવા વિશે દીપિકા પાદુકોણે જણાવ્યું કે તે તેના અતિશય ફેવરિટ કો-સ્ટાર સાથે કામ કરી રહી છે. આ ફિલ્મ પચીસમી જાન્યુઆરીએ હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. યશરાજ ફિલ્મ્સની આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે. દીપિકાની પહેલી ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’માં શાહરુખ હતો. ત્યાર બાદ તેણે શાહરુખ સાથે ‘ચેન્નઈ એક્સપ્રેસ’ અને હૅપી ન્યુ યર’માં પણ કામ કર્યું હતું. શાહરુખને ફેવરિટ જણાવતાં દીપિકા પાદુકોણે કહ્યું કે ‘શાહરુખ અને હું લકી છીએ કે અમને ‘ઓમ શાંતિ ઓમ’ જેવી અદ્ભુત ફિલ્મમાં કામ કરવાની તક મળી હતી. હું મારા ફેવરિટ કો-સ્ટાર શાહરુખ સાથે કામ કરી રહી છું. અમારી રિલેશનશિપ સુંદર છે અને મને લાગે છે કે દર્શકો તેને અમારી ફિલ્મમાં હંમેશાં જુએ છે.’

શાહરુખ સાથેની તેની ઇલેક્ટ્રિક કેમિસ્ટ્રી વિશેનું રહસ્ય પૂછવામાં આવતાં દીપિકાએ કહ્યું કે ‘એનું શ્રેય તો અમને બન્નેને જશે. સાથે તે અતિશય ડાયટ અને એક્સરસાઇઝ કરતો હતો. એથી તેને અને મને બન્નેને એની ક્રેડિટ મળવી જોઈએ. જોકે આ એક ટીમવર્ક કહેવાય. પછી એ ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ અને તેમનું વિઝન હોય કે સિનેમૅટોગ્રાફર સત્ચીત પૉલોસ હોય જેઓ અમારા પર લાઇટિંગ ગોઠવે છે. અમારી સ્ટાઇલિસ્ટ શાલિન નાથાણી હોય, જેણે કૅરૅક્ટર્સ બનાવ્યાં કે પછી તમારા હેર અને મેકઅપની ટીમ હોય. આ આખી ટીમનું કામ છે એથી તમે તમારું કામ ખૂબ સારી રીતે કરી શકો છો. સાથે જ તમારી પાસે વર્લ્ડ ક્લાસ પ્રોફેશનલ્સ હોય જે તમને ચોક્કસ લુક આપે છે.’



પોતાના રોલ વિશે દીપિકાએ કહ્યું કે ‘આ ફિલ્મમાં હું જે પાત્ર ભજવી રહી છું એ અતિશય એક્સાઇટિંગ છે. આ એવો રોલ અને ફિલ્મ છે જે મેં અગાઉ કદી નથી કરી. સ્પાય-થ્રિલર અને ઍક્શનથી ભરપૂર ફિલ્મ મેં કદી નથી કરી.’


આ ફિલ્મના ‘બેશરમ રંગ’ ગીતને લઈને દીપિકાની ખૂબ નિંદા થઈ રહી છે. આ ગીતમાં દીપિકાએ કેસરી રંગની બિકિની પહેરી છે એને લઈને કેટલાંક સંગઠનોએ વિરોધ દેખાડ્યો છે. ગીતનું શૂટિંગ ખૂબ અઘરું હતું. એ વિશે દીપિકાએ કહ્યું કે ‘અમે જે લોકેશન પર શૂટિંગ કરી રહ્યાં હતાં એ ખરેખર ખૂબ અઘરું હતું, કારણ કે ગીતમાં એ ભલે ગરમી જેવું, ઉજાસ અને સુંદર દેખાતું હોય, પરંતુ ખરેખર તો એ અતિશય ઠંડું અને પુષ્કળ જોશમાં હવા ચાલતી હતી એથી અમે ખૂબ અઘરી પરિસ્થિતિમાં કામ કર્યું છે. જોકે આમ છતાં અમે એવું દેખાડતાં હતાં કે એ ખૂબ જ સુંદર અને સૂર્ય પ્રકાશવાળું છે, જે કપરું હતું.’

`પઠાન’ જેમ ભારત માટે લડે છે એમ તમે પણ અમારી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના સૈનિક બનીને પાઇરસી સામે લડત ચલાવજો. પાઇરસીને ના પાડજો. તમારા હાથમાં તાકાત છે. પાઇરસીનો રિપોર્ટ કરજો. - શાહરુખ ખાન


Whatsapp-channel Whatsapp-channel

24 January, 2023 03:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK