Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અલ્લુ અર્જુનની ‘પુષ્પા: ધ રૂલ’ને ફગાવી દીધી સમન્થા રૂથ પ્રભુએ?

અલ્લુ અર્જુનની ‘પુષ્પા: ધ રૂલ’ને ફગાવી દીધી સમન્થા રૂથ પ્રભુએ?

16 February, 2023 04:54 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મના ડિરેક્ટર સુકુમારે સમન્થાને ફરી સીક્વલ માટે અપ્રોચ કરી હોવાની ચર્ચા છે

સમન્થા રૂથ પ્રભુ

સમન્થા રૂથ પ્રભુ


સમન્થા રૂથ પ્રભુએ હાલમાં જ અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા : ધ રૂલ’ માટે મોટી ઑફર ફગાવી દીધી હોવાની ચર્ચા છે. ‘પુષ્પા : ધ રાઇઝ’માં સમન્થાએ આઇટમ-સૉન્ગ કર્યું હતું. આ ગીત માટે તે ખૂબ જ ફેમસ થઈ ગઈ હતી. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન અને ર​શ્મિકા મંદાનાએ કામ કર્યું હતું, પરંતુ સમન્થાનું આઇટમ-સૉન્ગ ખૂબ જ ફેમસ થયું હતું. આ ફિલ્મના ડિરેક્ટર સુકુમારે સમન્થાને ફરી સીક્વલ માટે અપ્રોચ કરી હોવાની ચર્ચા છે. તે આ ફિલ્મમાં ફરી સમન્થા પાસે આઇટમ-સૉન્ગ કરાવવા માગે છે. જોકે સમન્થાએ ના પાડી હોવાની ચર્ચા છે. તેનું કહેવું છે કે તેની લાઇફના આ પડાવમાં તે બીજું સ્પેશ્યલ સૉન્ગ કરવા માટે તૈયાર નથી. મેકર્સ તેને મનાવવા માટે ખૂબ જ કોશિશ કરી રહ્યા છે અને બીજી તરફ અન્ય સેલિબ્રિટીઝને પણ શોધી રહ્યા છે. મેકર્સ દ્વારા એવી પણ ઑફર કરવામાં આવી હોવાની ચર્ચા છે કે તેના માટે સ્પેશ્યલ નાનકડું પાત્ર પણ બનાવવામાં આવશે જે સ્ટોરી સાથે કનેક્ટ થઈ શકે. પહેલી ફિલ્મમાં ત્રણ મિનિટના સૉન્ગ માટે તેણે પાંચ કરોડ રૂપિયા ચાર્જ કર્યા હોવાની ચર્ચા છે. જોકે બીજી ફિલ્મ માટે તે કેટલા પૈસા લેશે અથવા તો એ કરશે કે નહીં એ સવાલ છે.


Whatsapp-channel Whatsapp-channel

16 February, 2023 04:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK