Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટોટલ ટાઇમપાસ : મુંબઈમાં આલીશાન અપાર્ટમેન્ટ ખરીદ્યો સમન્થાએ?

ટોટલ ટાઇમપાસ : મુંબઈમાં આલીશાન અપાર્ટમેન્ટ ખરીદ્યો સમન્થાએ?

10 February, 2023 04:34 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈમાં પ્રૉપર્ટી ખરીદવાનો ઉદ્દેશ એટલો છે કે તે બૉલીવુડમાં વધુ પ્રોજેક્ટ કરવા માગે છે.

સમન્થા રૂથ પ્રભુ

ટોટલ ટાઇમપાસ

સમન્થા રૂથ પ્રભુ


મુંબઈમાં આલીશાન અપાર્ટમેન્ટ ખરીદ્યો સમન્થાએ?

સમન્થા રૂથ પ્રભુએ મુંબઈમાં આલીશાન અપાર્ટમેન્ટ ૧૫ કરોડમાં ખરીદ્યો હોવાની ચર્ચા છે. તાજેતરમાં જ રશ્મિકા મંદાનાએ પણ મુંબઈમાં ફ્લૅટ ખરીદી લીધો છે. એવું જાણવા મળ્યું છે કે સમન્થાએ મુંબઈમાં સ્કાયસ્ક્રેપરમાં ત્રણ બેડરૂમનો અપાર્ટમેન્ટ ખરીદી લીધો છે. મુંબઈમાં પ્રૉપર્ટી ખરીદવાનો ઉદ્દેશ એટલો છે કે તે બૉલીવુડમાં વધુ પ્રોજેક્ટ કરવા માગે છે. તે હવે સાઉથની સાથે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ એટલું જ ફોકસ કરવા માગે છે. તે વરુણ ધવન સાથે ‘સિટાડેલ’માં દેખાવાની છે. જોકે સમન્થાએ આ નવા મકાન વિશે કોઈ માહિતી નથી આપી.


લવ આજ કલ


સારા અલી ખાન અને કાર્તિક આર્યન ફરી એક વખત વાતો કરતાં જોવા મળ્યાં હતાં. તેમનો ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. એ ફોટોમાં બન્ને હસી-હસીને વાત કરી રહ્યાં છે અને તેમની આસપાસ પણ ઘણા લોકો દેખાય છે. આ ફોટો જોઈને તેમના ફૅન્સ વિવિધ કમેન્ટ્સ કરી રહ્યા છે. આ ફોટો કદાચ ઉદયપુરનો છે. સારાએ બ્લૅક બૉટમ્સ પર વાઇટ ક્રૉપ ટૉપ પહેર્યું છે તો કાર્તિકે બ્લુ જીન્સ પર વાઇટ ટી-શર્ટ અને ચેક્સવાળું શર્ટ પહેર્યું છે. આ બન્નેએ ‘લવ આજ કલ’માં સાથે કામ કર્યું હતું અને તેઓ રિલેશનમાં હોવાની ચર્ચા પણ હતી. જોકે તેમના રસ્તા જુદા પડી ગયા છે. હવે બન્ને ફરી સાથે દેખાતાં લાગી રહ્યું છે કે શું તેમની વચ્ચે બધુ ઑલ ઇઝ વેલ થઈ ગયું છે?


લોકોની કઈ વાતનું દુ:ખ લાગે છે જાહ્નવીને?

જાહ્નવી કપૂરે જણાવ્યું છે કે તેને લોકોની કઈ વાતનું દુ:ખ લાગે છે. શ્રીદેવીની દીકરીની વારંવાર નેપોટિઝમને લઈને નિંદા કરવામાં આવે છે. જાહ્નવીએ ૨૦૧૮માં આવેલી ‘ધડક’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યાર બાદ તો તેણે ‘ગુંજન સકસેના : ધ કારગિલ ગર્લ’, ‘મિલી’ અને ‘ગુડલક જેરી’માં પણ કામ કર્યું હતું. તેની કરવામાં આવતી ટીકા વિશે જાહ્નવી કપૂરે કહ્યું કે ‘તમે કાંઈ પણ કામ કરો, લોકો તમારી ખામીઓ કાઢવાના જ છે અથવા તો નિંદા પણ કરશે, કારણ કે એ વસ્તુ તેમને અગત્યની લાગે છે. આવું કરવાથી તેમને પોતાને ઇમ્પોર્ટન્સ મળતું હોય એવું તેમને લાગે છે. તમે કંઈ પણ કરો અને એની હેડલાઇન બને ત્યારે દુઃખની વાત એ છે કે આ લોકો એની મજા લે છે. મને ખુશી છે કે હું એવા સ્થાને પહોંચી ગઈ છું કે જ્યાં આવી બધી બાબતોને હું હાસ્યમાં ઉડાવી દઉં છું. હું મારી સ્ટ્રેંગ્થ અને નબળાઈને જાણું છું. હું જ્યારે સારું કામ કરું કે ન પણ કરું, પરંતુ મારો ઉદ્દેશ હું સારી રીતે જાણું છું. થોડી ઘમંડી લાગું તો પણ હું જાણું છું કે મેં પ્રગતિ કરી લીધી છે અને એના માટે મેં મારું સર્વસ્વ આપ્યું છે. મારી છેલ્લી બે ફિલ્મો દ્વારા એક ઍક્ટર તરીકે મેં પોતાની જાતને સાબિત કરી છે. તમે જ્યારે સખત મહેનત કરો, અતિશય પરસેવો વહાવો અથવા તો માનસિક તનાવમાંથી પસાર થાઓ ત્યારે અચાનક કોઈ અજાણી વ્યક્તિ ઇન્ટરનેટ પર એમ કહે કે ‘ઍક્ટિંગ નહીં આતી તો ક્યૂં કરતી હો નેપોટિઝમ કી બચ્ચી.’ ત્યારે એ વસ્તુ ખૂબ તકલીફ આપે છે. એક સેકન્ડમાં આવી નાહક બાબતને કારણે તમારું મનોબળ પડી ભાંગે છે.’

યોગિતાના ડેડિકેશન પર ફિદા થયો કપિલ શર્મા

કપિલ શર્માએ હાલમાં જ તેની કો-સ્ટાર યોગિતા બિહાનીનાં ખૂબ જ વખાણ કર્યાં છે. તેમણે નવા મ્યુઝિક વિડિયો ‘અલોન’માં સાથે કામ કર્યું છે. આ ગીતમાં ગુરુ રંધાવા પણ છે. આ ગીતને પ્રમોટ કરવા માટે ગુરુ અને યોગિતા ‘ધ કપિલ શર્મા શો’માં ગયાં હતાં. આ શોમાં તેમની સાથે ગુરદાસ માને પણ હાજરી આપી હતી. ‘ધ કપિલ શર્મા શો’માં ઑડિયન્સ તરીકે દેખાનારી યોગિતાએ કપિલ સાથે હવે ગીતમાં કામ કર્યું છે. આ વિશે કપિલ શર્માએ કહ્યું કે ‘અમે મનાલીમાં શૂટિંગ કરી રહ્યાં હતાં અને બરફ પડી રહ્યો હતો. હું યોગિતાને સલામ કરું છું કે તેણે જૅકેટ અથવા તો શાલનો ઉપયોગ કર્યા વગર તેને જે ડ્રેસ આપ્યો હતો એમાં શૂટ કર્યું હતું. ગુરુ અને મેં બન્નેએ પ્રૉપર જૅકેટ પહેર્યાં હતાં અને અંદર બૉડી વૉર્મર પણ પહેર્યું હતું. આ છોકરીએ પગમાં કંઈ પણ નહોતું પહેર્યું અને તે લોખંડના બ્રિજ પર આટલી ઠંડીમાં ઉઘાડા પગે દોડી રહી હતી. મને તેના પર ખૂબ જ ગર્વ છે.’

Whatsapp-channel Whatsapp-channel

10 February, 2023 04:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK