એક ફોટોમાં સમન્થા અને રાજ નજીકના મિત્રો સાથે ડાઇનિંગ કરતાં જોવાં મળ્યાં, જ્યારે બીજી તસવીરમાં રાજ અને સમન્થા એકબીજાને વળગીને ચાલતાં જોવા મળે છે
સમન્થા રુથ પ્રભુ અને બૉયફ્રેન્ડ રાજ નિદિમોરુ
સમન્થા રુથ પ્રભુ અને બૉયફ્રેન્ડ રાજ નિદિમોરુ વચ્ચેની રિલેશનશિપ સતત ચર્ચામાં રહે છે. તેઓ બન્ને ઘણી વખત સાથે જોવા મળે છે છતાં બન્નેમાંથી કોઈએ જાહેરમાં તેમની રિલેશનશિપનો સ્વીકાર નથી કર્યો. જોકે આ ચર્ચાથી અકળાવાને બદલે સમન્થાએ બૉયફ્રેન્ડ રાજ નિદિમોરુ સાથે ફોટો શૅર કરવાનું ચાલુ રાખ્યું છે જેના કારણે તેઓ ડેટિંગ કરી રહ્યાં હોવાની અફવાને વધારે વેગ મળ્યો છે. મંગળવારે સમન્થાએ તેના અમેરિકન-વેકેશનની કેટલીક તસવીરો શૅર કરી છે જેમાં કેટલીકમાં રાજ પણ જોવા મળે છે.

ADVERTISEMENT
એક ફોટોમાં સમન્થા અને રાજ નજીકના મિત્રો સાથે ડાઇનિંગ કરતાં જોવાં મળ્યાં, જ્યારે બીજી તસવીરમાં રાજ અને સમન્થા એકબીજાને વળગીને ચાલતાં જોવા મળે છે અને તેમની સાથે એક ફ્રેન્ડ પણ છે. સમન્થાએ આ તસવીર શૅર કરીને એમાં કૅપ્શનમાં ડેટ્રોઇટ લખીને એવો ઇશારો આપ્યો છે કે તેઓ એકસાથે અમેરિકામાં સમય પસાર કરી રહ્યાં છે.


