Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સમન્થા રુથ પ્રભુ પતિની કંપનીમાં થાઇલૅન્ડમાં માણી રહી છે બેબીમૂન

સમન્થા રુથ પ્રભુ પતિની કંપનીમાં થાઇલૅન્ડમાં માણી રહી છે બેબીમૂન

Published : 16 July, 2026 12:20 PM | Modified : 16 July, 2026 12:25 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સમન્થા રુથ પ્રભુ અને ફિલ્મમેકર રાજ નિદિમોરુ પોતાના પ્રથમ સંતાનના આગમનની રાહ જોઈ રહ્યાં છે. હાલમાં બન્ને થાઇલૅન્ડમાં ‘બેબીમૂન’ની રજા માણી રહ્યાં છે. સમન્થાએ સોશ્યલ મીડિયા પર આ પ્રવાસની અનેક તસવીરો અને વિડિયો શૅર કર્યાં છે.

સમન્થા રુથ પ્રભુ (સૌજન્ય : મિડ-ડે)

સમન્થા રુથ પ્રભુ (સૌજન્ય : મિડ-ડે)


સમન્થા રુથ પ્રભુ અને ફિલ્મમેકર રાજ નિદિમોરુ પોતાના પ્રથમ સંતાનના આગમનની રાહ જોઈ રહ્યાં છે. હાલમાં બન્ને થાઇલૅન્ડમાં ‘બેબીમૂન’ની રજા માણી રહ્યાં છે. સમન્થાએ સોશ્યલ મીડિયા પર આ પ્રવાસની અનેક તસવીરો અને વિડિયો શૅર કર્યાં છે. સમન્થા અને રાજ હાલમાં થાઇલૅન્ડના ચિવા-સોમ હુઆ હિન નામના બીચ વેલનેસ રિસૉર્ટમાં વેકેશન માણી રહ્યાં છે. પોતાના આ વેકેશનની તસવીરો શૅર કરીને સમન્થાએ પોસ્ટમાં લખ્યું હતું કે ‘વેલનેસ હંમેશાંથી મારી સૌથી પ્રિય પ્રકારની મુસાફરી રહી છે. અહીં શરીરની વાત સાંભળવા, જીવનની ગતિ ધીમી કરવા અને શાંતિ માટે સમય કાઢવાની પ્રેરણા મળે છે.’

 


Whatsapp-channel Whatsapp-channel

16 July, 2026 12:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK