Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સની દેઓલની ‘સફર’માં કૅમિયોનું શૂટિંગ આ વીકમાં કરશે સલમાન

સની દેઓલની ‘સફર’માં કૅમિયોનું શૂટિંગ આ વીકમાં કરશે સલમાન

11 January, 2024 06:32 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સલમાન ખાન હવે સની દેઓલની આગામી ફિલ્મ ‘સફર’માં નાનકડી ભૂમિકામાં જોવા મળશે

સલમાન ખાન , સની દેઓલ

સલમાન ખાન , સની દેઓલ


સલમાન ખાન હવે સની દેઓલની આગામી ફિલ્મ ‘સફર’માં નાનકડી ભૂમિકામાં જોવા મળશે. સની દેઓલની ‘ગદર 2’ ખૂબ જ હિટ ગઈ હતી. ત્યાર બાદ બૉબી દેઓલનાં ‘ઍનિમલ’ માટે ખૂબ જ વખાણ કરવામાં આવ્યાં છે. તે પણ ખૂબ જ પૉપ્યુલર થઈ ગયો છે. સલમાન ખાન દેઓલ ફૅમિલીની ખૂબ જ નિકટ છે. તે હંમેશાં તેમની સાથે અને ધર્મેન્દ્ર સાથે જોવા મળે છે. સલમાન અને સનીએ ૨૭ વર્ષ પહેલાં ‘જીત’માં સાથે કામ કર્યું હતું. તેઓ હવે ફરી એક વાર ‘સફર’માં સાથે કામ કરતા જોવા મળશે. તે હાલમાં ‘બિગ બૉસ’ને હોસ્ટ કરી રહ્યો છે અને એમાંથી સમય મળતાં તે આ ફિલ્મમાં તેની મહેમાન ભૂમિકા માટે શૂટિંગ કરશે. તેઓ મેહબૂબ સ્ટુડિયોમાં શુક્રવારે અને શનિવારે શૂટિંગ કરવાના છે. વિશાલ રાણાના પ્રોડક્શન હેઠળની ફિલ્મમાં સલમાન તેના રિયલ લાઇફ કૅરૅક્ટરમાં જોવા મળશે. સની દેઓલ ‘સફર’ બાદ આમિર ખાનના પ્રોડક્શન હાઉસ હેઠળની ‘લાહોર 1947’માં જોવા મળશે. આ ફિલ્મને રાજકુમાર સંતોષી ડિરેક્ટ કરશે.


Whatsapp-channel Whatsapp-channel

11 January, 2024 06:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK