સલમાન તાજેતરમાં તેના ‘રેસ 3’ના કો-ઍક્ટર સાજન સિંહ દ્વારા શૅર કરવામાં આવેલી તસવીરોમાં જોવા મળ્યો હતો
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
સલમાન ખાન ૫૯ વર્ષની ઉંમરે પણ ડૅશિંગ દેખાય છે. જોકે થોડા સમય પહેલાં તેનું વજન વધી ગયું હતું જેને કારણે તેને ટ્રોલ કરવામાં આવ્યો હતો. જોકે લેટેસ્ટ તસવીરોમાં તેની પર્સનાલિટીમાં ભારે મેકઓવર જોવા મળે છે અને સલમાને બધાને પોતાના ટ્રાન્સફૉર્મેશનથી ચોંકાવી દીધા છે. સલમાનના નવા લુક પર ફૅન્સ ફિદા થઈ ગયા છે.
સલમાન તાજેતરમાં તેના ‘રેસ 3’ના કો-ઍક્ટર સાજન સિંહ દ્વારા શૅર કરવામાં આવેલી તસવીરોમાં જોવા મળ્યો હતો. આ ફોટોમાં સલમાન ખૂબ જ સ્લિમ અને ફિટ દેખાઈ રહ્યો છે. આ વાઇરલ તસવીરમાં સાજન અને તેમના પરિવાર સાથે સલમાન બ્લૅક ટી-શર્ટ અને બ્લુ જીન્સ પહેરીને પોઝ આપતા જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
માનવામાં આવે છે કે સલમાન ખાને તેમની આગામી ગલવાન વૅલી સંઘર્ષ પર આધારિત વૉર-ડ્રામા ફિલ્મ માટે આ ટ્રાન્સફૉર્મેશન કર્યું છે. આ ફિલ્મમાં સલમાન સેનાઅધિકારી કર્નલ બિકુમલ્લા સંતોષ બાબુની ભૂમિકા ભજવતા જોવા મળશે. આ રોલ તેની કારકિર્દીનો અત્યાર સુધીનો સૌથી પડકારજનક અને ઇમોશનલ રોલ માનવામાં આવી રહ્યો છે.


