સલમાન ખાન પોતાની કરીઅરને બચાવવા હવે નવા-નવા ડિરેક્ટરો સાથે કામ કરવાની વેતરણમાં છે. અત્યારે તે ચીન સાથે ગલવાન ઘાટીમાં થયેલા ઘર્ષણ પરની ફિલ્મમાં અપૂર્વ લાખિયાના દિગ્દર્શનમાં કામ કરી રહ્યો છે.
સલમાન ખાન અને મહેશ નારાયણન
સલમાન ખાન પોતાની કરીઅરને બચાવવા હવે નવા-નવા ડિરેક્ટરો સાથે કામ કરવાની વેતરણમાં છે. અત્યારે તે ચીન સાથે ગલવાન ઘાટીમાં થયેલા ઘર્ષણ પરની ફિલ્મમાં અપૂર્વ લાખિયાના દિગ્દર્શનમાં કામ કરી રહ્યો છે અને સાથે-સાથે મલયાલમ ફિલ્મમેકર મહેશ નારાયણન સાથે એક ઍક્શન ફિલ્મની ચર્ચા પણ તેણે શરૂ કરી છે. આ ફિલ્મ સલમાનની બહેન અલ્વિરા ખાન અગ્નિહોત્રી પોતાના બૅનર હેઠળ રજૂ કરશે. મહેશ નારાયણનની આ પહેલી હિન્દી ફિલ્મ હશે.


