ફિલ્મને પોર્ટુગલ અને યુરોપના કેટલાક દેશમાં શૂટ કરવામાં આવશે. આ અનટાઇટલ્ડ ફિલ્મનું બજેટ ચારસો કરોડ રૂપિયા રાખવામાં આવ્યું છે.
સલમાન ખાન
સલમાન ખાન ૨૦૨૫માં ઈદ દરમ્યાન તેના ફૅન્સ માટે ઍક્શનથી ભરપૂર ફિલ્મ લઈને આવશે એવી શક્યતા છે. આ ફિલ્મને સાજિદ નડિયાદવાલા પ્રોડ્યુસ કરશે અને એ. આર. મુરુગાદોસ ડિરેક્ટ કરશે. સલમાન અને સાજિદે ‘જીત’, ‘જુડવા’, ‘હર દિલ જો પ્યાર કરેગા’, ‘મુઝસે શાદી કરોગી’, ‘જાનેમન’ અને ‘કિક’ બનાવી હતી. હવે ફરીથી આ બન્નેએ સાથે મોટા બજેટની ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે. સાજિદ અને મુરુગાદોસ ચર્ચા કરી રહ્યા હતા ત્યારે તેમના દિમાગમાં સૌથી પહેલાં સલમાનનું નામ આવ્યું હતું. એથી સલમાન સાથે આ ફિલ્મને લઈને સાજિદે ચર્ચા કરી હતી. સલમાને તરત જ હા પાડી દીધી હતી. સલમાન પાસે અનેક ફિલ્મોની સ્ક્રિપ્ટ આવી હતી, પરંતુ તેને આ ફિલ્મની સ્ટોરી વધુ આકર્ષક લાગી હતી. એથી તે આ ફિલ્મનું શૂટિંગ વહેલાસર શરૂ કરવા માટે આતુર છે. એવું જાણવા મળ્યું છે કે આ ફિલ્મમાં જબરદસ્ત ઍક્શન સીક્વન્સ હશે. ફિલ્મને પોર્ટુગલ અને યુરોપના કેટલાક દેશમાં શૂટ કરવામાં આવશે. આ અનટાઇટલ્ડ ફિલ્મનું બજેટ ચારસો કરોડ રૂપિયા રાખવામાં આવ્યું છે. ફિલ્મનું મૅરથૉન શેડ્યુલ રહેશે. મેકર્સ આ ફિલ્મની ઍક્શનને અલગ લેવલ પર લઈ જવા માગે છે. જોકે આ વિશે હજી સુધી કોઈ પાકી માહિતી જાહેર કરવામાં નથી આવી.