સલમાન ખાનની બહેન અલ્વિરા અને અતુલ અગ્નિહોત્રીની દીકરી અલીઝે ‘ફર્રે’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરવા તૈયાર છે.
સલમાનની ભાણેજ અલીઝેનું ‘ફર્રે’ દ્વારા ડેબ્યુ
સલમાન ખાનની બહેન અલ્વિરા અને અતુલ અગ્નિહોત્રીની દીકરી અલીઝે ‘ફર્રે’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરવા તૈયાર છે. આ થ્રિલર ફિલ્મ ચોવીસ નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થવાની છે. ફિલ્મને ‘જામતાડા’ના ડિરેક્ટર સૌમેન્દ્ર પાધીએ ડિરેક્ટ કરી છે. સલમાન ખાન ફિલ્મ્સે પ્રેઝન્ટ અને રીલ લાઇફ પ્રોડક્શને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં તેની સાથે રૉનિત રૉય, જુહી બબ્બર સોની, સાહિલ મહેતા, ઝૈન શૉ અને પ્રસન્ન બિશ્ત લીડ રોલમાં દેખાશે. ફિલ્મનું ટીઝર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સલમાન ખાને કૅપ્શન આપી હતી, ‘મૈં તો યે F વર્ડ કી બાત કર રહા થા. આપને ક્યા સોચા? ‘ફર્રે’ ટીઝર રિલીઝ થયું છે.’


