સલમાન ખાનના રિયલિટી શો ‘બિગ બૉસ 17’નું ટીઝર લૉન્ચ કરવામાં આવ્યું છે.

સલમાન ખાન
સલમાન ખાનના રિયલિટી શો ‘બિગ બૉસ 17’નું ટીઝર લૉન્ચ કરવામાં આવ્યું છે. હંમેશાં મુજબ નવા રંગ, રૂપ અને થીમ એમાં જોવા મળવાના છે. એમાં સલમાન શૉર્ટ હેરમાં જોવા મળી રહ્યો છે. આ વખતની થીમ દિલ, દિમાગ અને દમ રાખવામાં આવી છે. કલર્સે ઇન્સ્ટાગ્રામ પર એનું ટીઝર શૅર કર્યું છે. એ ટીઝરમાં સલમાન કહી રહ્યો છે કે ‘અત્યાર સુધી તમે બિગ બૉસની માત્ર આંખો જોઈ છે. હવે જોશો તમે બિગ બૉસના ત્રણ નવા અવતાર.’
સલમાન આ ટીઝરમાં ત્રણ અલગ-અલગ લુકમાં આવે છે અને દરેક લુકમાં દિલ, દિમાગ અને દમનો ઉલ્લેખ કરે છે. બાદમાં એ ટીઝરમાં સલમાન કહે છે કે ‘હાલપૂરતું આટલું જ. પ્રોમો હુઆ ખતમ.’
કલર્સના આ ટીઝર પર કમેન્ટ કરતાં સલમાને લખ્યું કે ‘આ વર્ષે ‘બિગ બૉસ’માં દિલ, દિમાગ અને દમ જોવા મળશે જે દરેક હાઉસમેટ માટે એકસમાન નહીં રહે. આ વખતની સીઝન નવી ઊંચાઈએ જવાની છે, કેમ કે લોકોનાં ઇમોશન્સને એમાં એક્સપ્લોર કરવામાં આવશે. આ ઘરની ચાર દીવાલની અંદર દરેક વળાંક એક બોધપાઠ હશે અને દરેક ટાસ્ક એક કસોટી હશે. દિલોના ધબકારા વધારતી, દિમાગની રણનીતિ અને જોશથી ભરેલી આ રાઇડ થ્રિલથી ભરેલી રહેશે.’