ફિલ્મ આ વર્ષે ઈદ દરમ્યાન એકવીસ એપ્રિલે રિલીઝ થવાની છે.
સલમાન ખાન
‘ધ કપિલ શર્મા શો’માં સલમાન ખાન તેની આગામી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ને પ્રમોટ કરવા પહોંચ્યો હતો. આ ફિલ્મને ફરહાદ સામજીએ ડિરેક્ટ કરી છે અને સલમાને પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મમાં સલમાનની સાથે પૂજા હેગડે, વેન્કટેશ, શહનાઝ ગિલ, પલક તિવારી, સિદ્ધાર્થ નિગમ અને રાઘવ જુયાલ દેખાશે. ફિલ્મ આ વર્ષે ઈદ દરમ્યાન એકવીસ એપ્રિલે રિલીઝ થવાની છે. સલમાન પોતાની ફિલ્મોને ઈદ વખતે રિલીઝ કરે છે. તેના ફૅન્સ માટે આ એક ઈદી સમાન છે. ફિલ્મનું ટ્રેલર હાલમાં રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મને પ્રમોટ કરવા સલમાન તેની ટીમ સાથે ‘ધ કપિલ શર્મા શો’માં પહોંચ્યો હતો. શોના સેટ પરથી પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સલમાને કૅપ્શન આપી હતી, હમણાં જ ‘ધ કપિલ શર્મા શો’નું શૂટિંગ પૂરું કર્યું.


