સલમાન ચાર વર્ષ બાદ તેની ફિલ્મ લઈને આવી રહ્યો છે
સલમાન ખાન
સલમાન ખાનનું કહેવું છે કે જો તેની ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ નહીં ચલી તો બિલ તેના પર ફાડવામાં આવશે. સલમાન ચાર વર્ષ બાદ તેની ફિલ્મ લઈને આવી રહ્યો છે. શાહરુખ ખાનની ‘પઠાન’ને લઈને ખૂબ જ પ્રેશર હતું અને એ જોરદાર બ્લૉકબસ્ટર રહી છે. હવે સૌની નજર સલમાનની ફિલ્મ પર છે. આ ફિલ્મનું ટ્રેલર હાલમાં જ લૉન્ચ કરવામાં આવ્યું હતું. ફિલ્મને ફરહાદ સામજીએ ડિરેક્ટ કરી છે. સલમાન વિશે વાત કરતાં ફરહાદે કહ્યું કે ‘સુપરસ્ટાર શાયદ લોગોં કો મિલ જાએ કામ કરને કે લિએ, પર સલમાન કિસમતવાલોં કો મિલતે હૈ.’ આ વિશે સલમાને કહ્યું કે ‘અગર યે પિક્ચર નહીં ચલી તો પૂરા બિલ મેરે પે ફટેગા. તે જ કહેશે કે આ જ વ્યક્તિ છે જેના કારણે પિક્ચર નથી ચાલ્યું. ઓરિજિનલ સ્ક્રિપ્ટ અભી ભી મેરે પાસ હૈ.’


