સુનીલ ગ્રોવરે જણાવ્યું છે કે તેનું હાલમાં કપિલ શર્મા સાથે કામ કરવાનું કોઈ પ્લાનિંગ નથી. આ બન્ને વચ્ચે થયેલો વિવાદ જગજાહેર છે
સનીલ ગ્રોવર
સુનીલ ગ્રોવરે જણાવ્યું છે કે તેનું હાલમાં કપિલ શર્મા સાથે કામ કરવાનું કોઈ પ્લાનિંગ નથી. આ બન્ને વચ્ચે થયેલો વિવાદ જગજાહેર છે. ત્યાર બાદ ‘કૉમેડી નાઇટ્સ વિથ કપિલ’માંથી સુનીલ બહાર નીકળી ગયો હતો. તેનો વેબ-શો ‘યુનાઇટેડ કચ્ચા’ હાલમાં જ ZEE 5 પર રિલીઝ થયો છે. કપિલ અનેક વખત કહી ચૂક્યો છે કે તેને સુનીલ સાથે કામ કરવું છે. એ વિશે સુનીલ ગ્રોવરે કહ્યું કે ‘આવું તો હાલમાં કાંઈ નથી અથવા તો તેને જ પૂછી લો. હું તો હાલમાં બિઝી છું અને જે પણ કામ કરી રહ્યો છું એને એન્જૉય કરું છું. તે પણ વ્યસ્ત છે અને સારું કામ કરી રહ્યો છે. હું પણ સારું કામ કરી રહ્યો છું. નૉન-ફિક્શનમાં કામ કરવાને હું માણી ચૂક્યો છું અને હવે ફિક્શન સેટ-અપ મને ગમી રહ્યું છે. એક પર્ફોર્મર તરીકે નવો અનુભવ લઈ રહ્યો છું. મને મજા આવે છે. એથી હાલમાં તો એવા કોઈ પ્લાન નથી.’


