આ મૂવીનો ભાગ બનીને સૈયામી ખેર ખૂબ ઉત્સાહી છે. અક્ષય કુમાર અને સૈફ અલી ખાન જેવા શાનદાર અભિનેતાઓ સાથે કામ કરવાનું સૈયામી ખેરનું સપનું હવે પૂરું થતું જણાઈ રહ્યું છે.
૧૮ વર્ષ પછી ડિરેક્ટર પ્રિયદર્શનની ‘હૈવાન’માં સાથે કામ કરી રહ્યા છે.
અક્ષય કુમાર અને સૈફ અલી ખાન લગભગ ૧૮ વર્ષ પછી ડિરેક્ટર પ્રિયદર્શનની ‘હૈવાન’માં સાથે કામ કરી રહ્યા છે. હવે રિપોર્ટ છે કે આ ફિલ્મની હિરોઇનો ફાઇનલ થઈ ગઈ છે. થોડા સમય પહેલાં સમાચાર આવ્યા હતા કે આ ફિલ્મમાં શ્રિયા પિળગાવકરની ધમાકેદાર એન્ટ્રી થઈ છે અને હવે ખબર પડી છે કે ‘હૈવાન’ માટે સૈયામી ખેરને પણ સાઇન કરી લેવામાં આવી છે. આ મૂવીનો ભાગ બનીને સૈયામી ખેર ખૂબ ઉત્સાહી છે. અક્ષય કુમાર અને સૈફ અલી ખાન જેવા શાનદાર અભિનેતાઓ સાથે કામ કરવાનું સૈયામી ખેરનું સપનું હવે પૂરું થતું જણાઈ રહ્યું છે.
પ્રિયદર્શન હવે રિટાયર થવાના પ્લાનિંગમાં
ADVERTISEMENT
ફિલ્મમેકર પ્રિયદર્શને પોતાની કરીઅરમાં અનેક બ્લૉકબસ્ટર ફિલ્મો આપી છે. હાલમાં તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ સ્ટારર ‘હેરા ફેરી 3’ સહિતના કેટલાક પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા બાદ તેઓ ફિલ્મનિર્માણમાંથી નિવૃત્તિ લેવાના પ્લાનિંગમાં છે. હાલમાં પ્રિયદર્શન ‘હૈવાન’માં વ્યસ્ત છે જેમાં અક્ષય કુમાર અને સૈફ અલી ખાન જોવા મળશે. આ ઉપરાંત તે સાઉથના સુપરસ્ટાર મોહનલાલ સાથે એક ફિલ્મ બનાવવાની યોજના પણ બનાવી રહ્યા છે જે તેમની ૧૦૦મી અને અંતિમ ફિલ્મ હોઈ શકે છે. ત્યાર બાદ તે નિવૃત્તિ લઈ શકે છે.
એક ઇન્ટરવ્યુમાં પ્રિયદર્શને ખુલાસો કર્યો છે કે ‘એક વાર હું આ ફિલ્મો પૂર્ણ કરી લઉં, ત્યાર બાદ હું નિવૃત્તિ લેવાની યોજના બનાવી રહ્યો છું. હું ખૂબ થાકી ગયો છું. હું સામાન્ય રીતે સીક્વલ દ્વારા મારી મૂળ ફિલ્મોને ફરીથી નથી બનાવતો. આ મારી કામ કરવાની શૈલી નથી પરંતુ હું ‘હેરા ફેરી 3’ જરૂર બનાવીશ, કારણ કે દર્શકો અને નિર્માતાઓ લાંબા સમયથી એની ડિમાન્ડ કરી રહ્યા છે.’


