Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હિટ ફિલ્મની શોધમાં રણવીર સિંહ, સંજય લીલા ભણસાલીની આ ફિલ્મમાં મળશે જોવા

હિટ ફિલ્મની શોધમાં રણવીર સિંહ, સંજય લીલા ભણસાલીની આ ફિલ્મમાં મળશે જોવા

17 April, 2023 04:13 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ચાહકો લાંબા સમયથી રણવીર સિંહ (Ranveer Singh) એક મોટી હિટ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. એવામાં માહિતી સામે આવી છે કે રણવીર સિંહ ટૂંક સમયમાં જ સંજય લીલા ભણસાલી (Sanjay Bhansali Film)ની આગામી ફિલ્મમાં જોવા મળશે.

અભિનેતા રણવીર સિંહ

અભિનેતા રણવીર સિંહ


આ દિવસોમાં બોલિવૂડમાં રણવીર સિંહ (Ranveer Singh)નો જાદુ થોડો ઓછો ચાલી રહ્યો છે. ચાહકો લાંબા સમયથી તેની એક મોટી હિટ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. એવામાં માહિતી સામે આવી છે કે રણવીર સિંહ ટૂંક સમયમાં જ સંજય લીલા ભણસાલી (Sanjay Bhansali Film)ની આગામી ફિલ્મમાં જોવા મળશે. રણવીર સિંહ ઘણા સમયથી બ્લોકબસ્ટર ફિલ્મની શોધમાં હતો.

આ ફિલ્મમાં જોવા મળશે



ઈ-ટાઈમ્સના અહેવાલ મુજબ, આદિત્ય ચોપરાની ખૂબ જ નજીકની વ્યક્તિએ માહિતી આપી છે કે રણવીર સિંહ સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ `બૈજુ બાવરા`માં જોવા મળશે. રણવીર સિંહ સંજય સાથે `પદ્માવત` જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે.


દરેક વખતે હિટ જોડી

રણવીર સિંહ અને સંજય લીલા ભણસાલીની જોડી ઘણી વખત સાથે આવી છે. આ અદ્ભુત જોડી જેટલી વખત સાથે આવી છે, તેટલી વખત તેણે ફિલ્મી પડદે ધૂમ મચાવી છે. હવે જોવાનું રસપ્રદ રહેશે કે આ જોડી `બૈજુ બાવરા`માં એક સાથે કેવી રીતે ધમાકો કરશે. રણવીર સિંહ અને સંજય લીલા ભણસાલીના તમામ ફેન્સ આ સમાચારથી ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.


આ પણ વાંચો: સિરીઝ બનાવવાથી સંતોષ મળે છે, પરંતુ એ ફિઝિકલી ડિમાન્ડિંગ છે : સંજય લીલા ભણસાલી

આ સિવાય આદિત્ય ચોપરાના નજીકના મિત્રએ પણ કહ્યું કે, `કોણ કહે છે કે યશ રાજ બેનર રણવીર સિંહ સાથે કામ કરવા નથી માંગતું. આદિત્ય ચોપરા આજે પણ રણવીરને ખૂબ પ્રેમ કરે છે. આ સાથે તે નજીકના મિત્રએ એમ પણ કહ્યું કે આજે પણ રણવીર સિંહ આદિત્ય ચોપરાની સલાહ લીધા પછી કોઈપણ ફિલ્મ સાઈન કરે છે. જેમ કે રાજેશ ખન્નાએ યશ ચોપરાની `દાગ` સાથે સતત અનેક ફ્લોપ પછી જોરદાર પુનરાગમન કર્યું. એ જ રીતે રણવીર સિંહ પણ `બૈજુ બાવરા`થી જબરદસ્ત કમબેક કરશે. રિપોર્ટ અનુસાર, `બૈજુ બાવરા`માં રણવીર સાથે આલિયા ભટ્ટ પણ જોવા મળશે.

Whatsapp-channel Whatsapp-channel

17 April, 2023 04:13 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK