રામાયણ ફિલ્મનું શૂટિંગ હજી ચાલી રહ્યું છે અને આદિપુરુષ જેવી હેરસ્ટાઇલ ફિલ્મમાં હોય એ વાતથી ચાહકો થઈ રહ્યા છે કન્ફ્યુઝ
રણબીર કપૂર
રણબીર કપૂરે નવી હેરસ્ટાઇલ કરાવી હોવાથી તેના ફૅન્સ એક્સાઇટ થવાની સાથે થોડા કન્ફ્યુઝ થઈ રહ્યા છે. તે હાલમાં ‘રામાયણ’નું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મની દરેક અપડેટમાં લોકો ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે, કારણ કે ભગવાન રામ પરથી ખૂબ જ મોટા બજેટની ફિલ્મ બની રહી છે. આથી રણબીરે ખૂબ જ સ્ટાઇલિશ હેરસ્ટાઇલ કરાવી હોવાથી લોકો કન્ફ્યુઝ થઈ રહ્યા છે. પ્રભાસની ‘આદિપુરુષ’માં રાવણનું પાત્ર ભજવનાર સૈફ અલી ખાને આવી હેરસ્ટાઇલ રાખી હતી. એ સમયે લોકો ખૂબ જ નારાજ થયા હતા. જોકે ‘રામાયણ’ના લીક થયેલા ફોટોમાં રણબીરના વાળ લાંબા છે એટલે કે તેણે વિગ પહેરી છે. જોકે ફિલ્મમાં પણ તે આ નવી હેરસ્ટાઇલ સાથે જોવા મળશે કે વિગ પહેરી રાખશે એ જાણવામાં હવે લોકોને રસ છે. રણબીરની આ હેરસ્ટાઇલ સેલિબ્રિટી હેરસ્ટાઇલિસ્ટ આલિમ હાકિમે કરી છે અને એ ફોટો પણ તેણે જ શૅર કર્યા છે.