અમેરિકાના મિનેસોટામાં ઠંડીમાં જામી ગયેલા એક ઝરણા પર બે કલાકારોએ કેટલાંક બાળકોની મદદથી એક રંગબેરંગી શેલ્ટર તૈયાર કર્યું છે
રંગબેરંગી શેલ્ટર
અમેરિકાના મિનેસોટામાં ઠંડીમાં જામી ગયેલા એક ઝરણા પર બે કલાકારોએ કેટલાંક બાળકોની મદદથી એક રંગબેરંગી શેલ્ટર તૈયાર કર્યું છે. સફેદ રંગના બરફ પર રંગબેરંગી કપડાંના નાના-નાના પૅચીઝ કાપીને એને સાંધીને એ શેલ્ટર હોમનું બહારનું આવરણ તૈયાર કરવામાં આવ્યું છે. સફેદ બરફની અંદર ચમકીલા રંગોવાળાં કપડાંથી બનેલો ટેન્ટ એકદમ હટકે લાગે છે.
આને ટેક્સટાઇલ આર્ટ કહેવાય છે. એક આર્ટ શૅન્ટી પ્રોજેક્ટ માટે એક થીજેલા તળાવ પર ઝૂંપડી જેવો ટેન્ટ બનાવવામાં આવ્યો હતો. એ ફિશિંગ હટ જેવો લુક પણ ધરાવે છે. સાદા લાકડા પર પ્લાસ્ટિકના આવરણને બદલે લાકડીના સ્ટ્રક્ચર પર કપડાના પૅચમાંથી બનાવેલી ચાદર એના પર ઢાંકવામાં આવી છે. કલાકારે એ માટે તેના સ્ટુડિયોમાં પડેલા પેઇન્ટ કરેલા કપડાં, વિનાઇલ અને ડ્રૉપ-ક્લોથ મટીરિયલમાંથી ચોક્કસ શેપના કટકા કાપી એને સીવીને એમાંથી ચાદર બનાવી હતી. આ ઝૂંપડી લોકો માટે એક ખાસ આર્ટ-પીસ બની ગઈ હતી.
