Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સામાન્ય કરતાં ૭.૬ ડિગ્રી વધારે છે મુંબઈનું તાપમાન, ગરમ-સૂકી હવાએ લોકોને અકળાવ્યા

સામાન્ય કરતાં ૭.૬ ડિગ્રી વધારે છે મુંબઈનું તાપમાન, ગરમ-સૂકી હવાએ લોકોને અકળાવ્યા

Published : 11 March, 2026 07:37 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યલો અલર્ટને ઑ રેન્જમાં અપગ્રેડ કરવામાં આવી, હવે બીજા બે વિસ્તાર ૪૦ ​પાર

ગઈ કાલે તીવ્ર ગરમીને કારણે મરીન ડ્રાઇવમાં જાણે રસ્તા ભીના હોય એવો આભાસ રચાયો હતો.

ગઈ કાલે તીવ્ર ગરમીને કારણે મરીન ડ્રાઇવમાં જાણે રસ્તા ભીના હોય એવો આભાસ રચાયો હતો.


ગઈ કાલે સાંતાક્રુઝ અને ભાયખલામાં નોંધાયું ૪૦ ડિગ્રી તાપમાનઃ સોમવારની જેમ મંગળવારે પણ રામ મંદિર (૪૨.૪) અને વિક્રોલી (૪‍૧.૬) ભયંકર તપ્યાં: આજે પણ ગરમીમાં ખાસ ઘટાડાની અપેક્ષા નથી

હજી તો મુંબઈમાં ઉનાળાની શરૂઆત જ થઈ છે અને હીટવેવનો આકરો અનુભવ લોકોને થઈ રહ્યો છે. ગરમીનો પ્રકોપ ગઈ કાલે પણ યથાવત્ રહ્યો હતો. મુંબઈના અમુક વિસ્તારોમાં સવારે ૧૦ વાગ્યાથી જ જાણે અકળાવે એવી ગરમી શરૂ થઈ ગઈ હતી. બપોર પડતાં તો હવામાન ખાતાએ મુંબઈમાં ઑરેન્જ અલર્ટ જાહેર કરી દીધી હતી. થાણે અને પાલઘર જિલ્લાઓ માટે પણ યલોને બદલે ઑરેન્જ અલર્ટ જાહેર કરવી પડી હજી. સતત બીજા દિવસે રામ મંદિર મુંબઈનો સૌથી ગરમ વિસ્તાર રહ્યો હતો તો સાંતાક્રુઝનું તાપમાન પણ ગઈ કાલે સામાન્ય કરતાં ૭.૬ ડિગ્રી વધીને ૪૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.



હવામાન ખાતાનાં મુંબઈનાં વિજ્ઞાની સુષમા નાયરે જણાવ્યું હતું કે ‘ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં ઍન્ટિ-સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાથી મુંબઈમાં સૂકી હવા અનુભવાય છે જેને કારણે દરિયાની હવા પણ રોકાય છે અને તાપમાન વધે છે. મંગળવાર માટે મુંબઈ અને MMR માટે યલો અલર્ટ જાહેર કરવામાં આવી હતી, પરંતુ ઊંચા તાપમાનને ધ્યાનમાં રાખીને અલર્ટને ઑરેન્જમાં અપગ્રેડ કરવામાં આવી હતી. બુધવારે ગરમ અને ભેજવાળી સ્થિતિ રહેશે અને યલો અલર્ટ ચાલુ રહેશે. આગામી બે દિવસમાં મરાઠવાડા અને વિદર્ભમાં વીજળી અને વરસાદ સાથે વાવાઝોડાની આગાહી છે. જોકે મુંબઈમાં વાવાઝોડા અને વરસાદના કોઈ સંકેત નથી.’


હવામાન ખાતાની આગાહી મુજબ ૧૩ અને ૧૪ માર્ચે ચંદ્રપુર, યવતમાલ, ગડચિરોલી વગેરે જિલ્લાઓ માટે ગાજવીજ સાથે વાવાઝોડા અને વરસાદની આગાહી છે. પરભણી, બીડ, લાતુર, બીડ, હિંગોલી, ધારાશિવ વગેરે જિલ્લાઓમાં પણ હળવા વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. માર્ચથી મે સુધીના હવામાનના અંદાજમાં માર્ચમાં સામાન્ય તાપમાન કરતાં વધુ તાપમાન અને એપ્રિલ તથા મે મહિનામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

ગઈ કાલે બીડ, જળગાવ અને સોલાપુરમાં ૩૯ ડિગ્રી સેલ્સિયસથી વધુ મહત્તમ તાપમાન પહોંચ્યું હતું તો મુંબઈમાં પણ રામ મંદિરમાં સતત બીજા દિવસે ૪૨.૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. પવનની ગતિ ૧૦થી ૧૮ કિલોમીટર પ્રતિકલાક રહી અને ભેજનું પ્રમાણ ૨૮થી ૩૭ ટકા જ રહ્યું હતું. આ પરિબળોને કારણે ગઈ કાલે પણ હીટવેવ સર્જાઈ હતી. આજે મુંબઈમાં ગરમીનું પ્રમાણ એકાદ ડિગ્રી જેટલું ઘટે એવી શક્યતા છે.


ગઈ કાલે મુંબઈના ગરમ વિસ્તારો
રામ મંદિર     ૪૨.૪ ડિગ્રી
વિક્રોલી    ૪૧.૬ ડિગ્રી
ભાયખલા     ૪૦ ડિગ્રી
સાંતાક્રુઝ     ૪૦ ડિગ્રી
બાંદરા    ૩૯.૭ ડિગ્રી
વિદ્યાવિહાર    ૩૯.૫ ડિગ્રી
ચેમ્બુર    ૩૮.૮ ડિગ્રી
દહિસર    ૩૮.૮ ડિગ્રી            

Whatsapp-channel Whatsapp-channel

11 March, 2026 07:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK