Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણબીર કપૂરે કન્નડ ભાષામાં વાત કરીને જીત્યાં ચાહકોનાં દિલ, ‘રામાયણ’ના ટ્રેલર લૉન્ચમાં ગૂંજી ઉઠ્યો હૉલ

રણબીર કપૂરે કન્નડ ભાષામાં વાત કરીને જીત્યાં ચાહકોનાં દિલ, ‘રામાયણ’ના ટ્રેલર લૉન્ચમાં ગૂંજી ઉઠ્યો હૉલ

Published : 17 October, 2026 09:36 AM | Modified : 17 October, 2026 10:17 AM | IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રણબીર કપૂર હાલમાં પાંચ નવેમ્બરે રિલીઝ થનારી પોતાની આગામી ફિલ્મ ‘રામાયણ’ને લઈને ચર્ચામાં છે. ગુરુવારે બૅન્ગલોરમાં ફિલ્મનો એક મોટો પ્રમોશનલ કાર્યક્રમ યોજાયો હતો જ્યાં ફિલ્મનું અંગ્રેજી ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું.

રણબીર કપૂરે કન્નડ ભાષામાં વાત કરી

રણબીર કપૂરે કન્નડ ભાષામાં વાત કરી


બૅન્ગલોરના ટ્રેલર-લૉન્ચમાં કન્નડામાં બોલીને રણબીર કપૂરે જીતી લીધાં દિલ

ડિરેક્ટર નિતેશ તિવારીની ‘રામાયણ’નું ગુરુવારે બૅન્ગલોરમાં આંતરરાષ્ટ્રીય ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ફિલ્મના આંતરરાષ્ટ્રીય પ્રચાર-અભિયાનની શરૂઆત થઈ હતી. આ કાર્યક્રમમાં ફિલ્મના નિર્માતાઓની સાથે કલાકારો પણ હાજર રહ્યા હતા. આ દરમ્યાન રણબીર કપૂરે કન્નડા ભાષા બોલવાનો પ્રયાસ કરીને ચાહકોનાં દિલ જીતી લીધાં હતાં. ખાસ કરીને કન્નડા ભાષામાં વાત કરવાની તેની શૈલી દર્શકોને ખૂબ પસંદ આવી હતી. રણબીર કપૂરે ‘નમસ્કારા બેન્ગલુરુ’ કહીને દર્શકોનું અભિવાદન કર્યું હતું અને તેમના પ્રેમ તથા આશીર્વાદ બદલ કન્નડા ભાષામાં આભાર માન્યો હતો. આ સમયે પોતાના સહકલાકાર યશનો ઉલ્લેખ કરતા રણબીરે કહ્યું હતું કે નેકસ્ટ ટાઇમ અહીં આવતાં પહેલાં તે યશ પાસેથી કન્નડા ભાષા વધુ સારી રીતે શીખીને આવશે.
બૅન્ગલોરના દર્શકો સાથે જોડાવા માટે રણબીરે કરેલા આ પ્રયાસને ચાહકોએ ખૂબ પસંદ કર્યો હતો અને તેની વાત સાંભળીને આખો હૉલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઊઠ્યો હતો.



રણબીર કપૂરે શરૂઆતની લાગણી જણાવીને કહ્યું કે પછી મને લાગ્યું કે જીવનમાં આવો મોકો એક વખત જ મળે છે


રણબીર કપૂર હાલમાં પાંચ નવેમ્બરે રિલીઝ થનારી પોતાની આગામી ફિલ્મ ‘રામાયણ’ને લઈને ચર્ચામાં છે. ગુરુવારે બૅન્ગલોરમાં ફિલ્મનો એક મોટો પ્રમોશનલ કાર્યક્રમ યોજાયો હતો જ્યાં ફિલ્મનું અંગ્રેજી ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રણબીર કપૂર, યશ, સાઈ પલ્લવી, રવિ દુબે, રકુલ પ્રીત સિંહ, ડિરેક્ટર નિતેશ તિવારી અને એ. આર. રહમાન સહિત ફિલ્મ સાથે સંકળાયેલી અનેક હસ્તીઓ હાજર રહી હતી.

કાર્યક્રમમાં જ્યારે રણબીર મંચ પર પહોંચ્યો ત્યારે હાજર રહેલા દર્શકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ રણબીરે ફિલ્મનો હિસ્સો બનવાના પોતાના અનુભવ શૅર કર્યા હતા. રણબીરે જણાવ્યું હતું કે જ્યારે તેને ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવવાની ઑફર મળી ત્યારે તેને પોતાની જાત પર વિશ્વાસ જ નહોતો આવતો.


આ મામલે વાત કરતાં રણબીરે કહ્યું હતું કે ‘જ્યારે મને પ્રભુ શ્રી રામની ભૂમિકા ભજવવાની ઑફર મળી ત્યારે મને વિશ્વાસ નહોતો થતો કે મને પડદા પર શ્રીરામનું પાત્ર ભજવવાની તક મળી રહી છે. મને લાગતું નહોતું કે હું આના માટે લાયક છું. મારા મનમાં અનેક સવાલો હતા. શું હું આ કરી શકીશ? ભગવાન રામ જેમના હૃદયમાં વસે છે એવા કરોડો લોકોની શ્રદ્ધા અને આ જવાબદારી સાથે શું હું ન્યાય કરી શકીશ? શરૂઆતમાં મને સમજાતું નહોતું કે આ ભૂમિકા સ્વીકારવી કે નહીં. આ પછી મને એ વાતનો પણ અહેસાસ થયો કે જીવનમાં આવો મોકો એક જ વાર મળે છે; પોતાની જાતને બદલવાની, ભગવાન રામ, રામાયણમ્, આપણી સંસ્કૃતિ અને ઇતિહાસને સમજવાની આ એક તક છે.’

Whatsapp-channel Whatsapp-channel

17 October, 2026 10:17 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK