Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૨૦૧૪ની ફિલ્મ ક્વીન અને નવી ફિલ્મ ક્વીન ફુલ પાવર વચ્ચે કોઈ સામ્ય નથી

૨૦૧૪ની ફિલ્મ ક્વીન અને નવી ફિલ્મ ક્વીન ફુલ પાવર વચ્ચે કોઈ સામ્ય નથી

Published : 17 October, 2026 10:31 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આમ કહીને હાઈ કોર્ટે મનાઈહુકમ આપવાનો કર્યો ઇનકાર, બન્નેની હિરોઇન કંગના રનૌત. કંગના રનૌત અભિનીત આગામી ફિલ્મ ‘ક્વીન ફુલ પાવર’ની રિલીઝ સામે વચગાળાનો મનાઈહુકમ આપવાનો બૉમ્બે હાઈ કોર્ટે ઇનકાર કરી દીધો છે.

કંગના રણોત

કંગના રણોત


કંગના રનૌત અભિનીત આગામી ફિલ્મ ‘ક્વીન ફુલ પાવર’ની રિલીઝ સામે વચગાળાનો મનાઈહુકમ આપવાનો બૉમ્બે હાઈ કોર્ટે ઇનકાર કરી દીધો છે. અદાલતે પ્રથમ દૃષ્ટિએ નોંધ્યું હતું કે આ નવી ફિલ્મ અને ૨૦૧૪માં આવેલી કંગનાની જ સુપરહિટ ફિલ્મ ‘ક્વીન’ વચ્ચે કોઈ સામ્ય કે સરખાપણું નથી.
બન્ને ફિલ્મોની વાર્તા, પ્લૉટ અને થીમમાં કશું જ સમાન ન હોવાનું સ્પષ્ટ કરતાં હાઈ કોર્ટે જણાવ્યું હતું કે આગામી ફિલ્મ ૨૦૧૪ની ફિલ્મની ન તો સીક્વલ છે કે ન તો એના પરથી બનાવેલી.
જસ્ટિસ સંદીપ માર્નેની સિંગલ બેન્ચે બુધવારે પસાર કરેલા અને શુક્રવારે ઉપલબ્ધ થયેલા આદેશમાં જણાવ્યું હતું કે ‘બન્ને ફિલ્મોનાં સિનોપ્સિસની સરખામણી કરતાં વાર્તાઓમાં કોઈ સામ્ય જણાતું નથી. ૨૦૧૪ની ફિલ્મની મુખ્ય થીમ આત્મખોજ અને મહિલા સશક્તીકરણની હતી, જ્યારે ‘ક્વીન ફુલ પાવર’ કિડનૅપિંગ અને કૉમિક થ્રિલર મૂવી છે.’


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2026 10:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK