Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ૧૪મી લગ્નજીવનની વર્ષગાંઠે કરીનાએ શેર કરી સ્પેશ્યલ તસવીરો, દિલ સે દેસી

૧૪મી લગ્નજીવનની વર્ષગાંઠે કરીનાએ શેર કરી સ્પેશ્યલ તસવીરો, દિલ સે દેસી

Published : 17 October, 2026 10:05 AM | Modified : 17 October, 2026 10:19 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કરીનાએ બન્નેના શરૂઆતના દિવસોથી લઈને પરિવાર સાથેની રજાઓ અને પુત્રો તૈમુર તથા જેહ સાથેની યાદગાર પળો સુધીની અનેક તસવીરો શૅર કરી હતી. કરીનાએ તસવીરો સાથે લખ્યું હતું કે ‘સૂર્યની આસપાસની વધુ એક પરિક્રમા... હજી તો અનંત સમય સાથે વિતાવવાનો છે.’

 કરીના અને સૈફની લગ્નની વર્ષગાંઠ

કરીના અને સૈફની લગ્નની વર્ષગાંઠ


કરીના કપૂર પોતાની ફૅશન-સેન્સ અને આત્મવિશ્વાસભર્યા અંદાજથી હંમેશાં ફૅન્સનું ધ્યાન ખેંચે છે. હાલમાં તેણે લાલ રંગના પરંપરાગત સલવાર-સૂટમાં પોતાની કેટલીક સુંદર તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. લાલ ડ્રેસ, બિંદી અને પરંપરાગત ઘરેણાંમાં કરીનાનો દેશી અંદાજ ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. તેણે પોતાની આ પોસ્ટને ‘દિલથી દેસી’ એવી કૅપ્શન આપી છે.
કરીનાના લાલ ડ્રેસ અને દુપટ્ટાની કિનારી પર ગોલ્ડન વર્ક કરવામાં આવ્યું છે, જે તેના સાદા પોશાકને પણ આકર્ષક બનાવે છે. ગોલ્ડન હીલ્સ અને પરંપરાગત ઘરેણાંએ તેના દેખાવને વધુ સુંદર બનાવ્યો છે. આ સાથે લાલ બિંદી અને આંખોમાં કાજલ તેના લુકને ખાસ બનાવે છે.

ગઈ કાલે કરીના કપૂર અને સૈફ અલી ખાનનાં લગ્નની ૧૪મી વર્ષગાંઠ હતી. આ ખાસ અવસર પર કરીનાએ સાથે વિતાવેલી પળોને યાદ કરીને ઉજવણી કરી હતી. કરીનાએ બન્નેના શરૂઆતના દિવસોથી લઈને પરિવાર સાથેની રજાઓ અને પુત્રો તૈમુર તથા જેહ સાથેની યાદગાર પળો સુધીની અનેક તસવીરો શૅર કરી હતી. કરીનાએ તસવીરો સાથે લખ્યું હતું કે ‘સૂર્યની આસપાસની વધુ એક પરિક્રમા... હજી તો અનંત સમય સાથે વિતાવવાનો છે.’


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2026 10:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK