શિવસેના (UBT)ના ભૂતપૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા આનંદ દુબે શુક્રવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની ઉપસ્થિતિમાં શિવસેનામાં જોડાયા છે. એ કાર્યક્રમને સંબોધતાં એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે...
શિવસેનાના અધ્યક્ષ એકનાથ શિંદેની ઉપસ્થિતિમાં ગઈ કાલે આનંદ દુબે શિવસેનામાં જોડાયા હતા.
શિવસેના (UBT)ના ભૂતપૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા આનંદ દુબે શુક્રવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની ઉપસ્થિતિમાં શિવસેનામાં જોડાયા છે. એ કાર્યક્રમને સંબોધતાં એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે ‘હું ઘણાં વર્ષોથી આનંદ દુબેની કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યો હતો. સંગઠનની ભૂમિકાને રાષ્ટ્રીય સ્તરે મજબૂતીથી રજૂ કરનારા એક સંનિષ્ઠ કાર્યકર હવે અસલી શિવસેનામાં જોડાયા છે. તેમણે સાચો પક્ષ પસંદ કર્યો છે. શિવસેના કાર્યકરોની પાર્ટી છે. અહીં કોઈ માલિક નથી, દરેક વ્યક્તિ કાર્યકર બનીને કામ કરે છે.’
આનંદ દુબે ઉપરાંત ગુલાબચંદ મૌર્ય, સુનીલ ચૌબે, બ્રિજેશ મૌર્ય, દશરથ પ્રજાપતિ, પ્રવીણ દુબે અને ધનંજય ગુપ્તા પણ શિંદે જૂથની શિવસેનામાં જોડાયા હતા.
