કબીર સિંહના ડિરેક્ટર સંદીપ વાંગાની ડેવિલમાં રણબીર કપૂર જોવા મળશે?
રણબીર કપૂર
‘કબીર સિંહ’નાં ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની આગામી ફિલ્મ ‘ડેવિલ’માં રણબીર કપૂર જોવા મળશે એવી શક્યતા છે. ‘કબીર સિંહ’એ તેલુગુની ‘અર્જુન રેડ્ડી’ની હિન્દી રીમેક છે. આ બન્નેને સંદીપ રેડ્ડી વાંગાએ જ ડિરેક્ટ કરી હતી. બન્ને ફિલ્મોને મળેલી અભૂતપૂર્વ સફળતાને જોતા બૉલીવુડ અને તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેમની સાથે કામ કરવા માટે ઉત્સુક છે.
આ પણ વાંચો : આઠ વર્ષમાં આટલું જલદી સ્ટારડમ મેળવવા વિશે રણવીર સિંહે કહ્યું...
ADVERTISEMENT
એવી ચર્ચા છે કે સંદીપે સસ્પેન્સ થ્રિલર ‘ડેવિલ’ની સ્ટોરી સૌથી પહેલાં મહેશબાબુને સંભળાવી હતી. જોકે તેને એ વધુ ડાર્ક લાગતાં આ સ્ટોરી માટે રણબીરનો સંપર્ક કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે. જો બધુ સમું સૂથરું પાર પડ્યુ તો આ બન્નેની કેમિસ્ટ્રી તેમનાં ફૅન્સ માટે કંઇક મેજિક લઈને આવશે.