હાલમાં જ નેટફ્લિક્સ પર કપૂર પરિવારને એકસાથે દર્શાવતો શો ‘ડાઇનિંગ વિધ ધ કપૂર્સ’ આવ્યો છે જેમાં પરિવારના સભ્યો જૂની યાદો તાજી કરતા જોવા મળે છે
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
કપૂર પરિવાર બૉલીવુડમાં ઘણાં વર્ષોથી સક્રિય છે. હાલમાં જ નેટફ્લિક્સ પર કપૂર પરિવારને એકસાથે દર્શાવતો શો ‘ડાઇનિંગ વિધ ધ કપૂર્સ’ આવ્યો છે જેમાં પરિવારના સભ્યો જૂની યાદો તાજી કરતા જોવા મળે છે. આ વાતચીત દરમ્યાન રણબીર કપૂરના નામકરણની રસપ્રદ માહિતી પણ સામે આવી છે.
આ શોમાં રણબીરે તેનું નામ કઈ રીતે પાડવામાં આવ્યું એ શૅર કરતાં કહ્યું, ‘આ નામ માત્ર મારું નામ નથી પરંતુ દાદા રાજ કપૂરને ટ્રિબ્યુટ પણ છે, કારણ કે રાજ કપૂરનું આખું નામ રણબીર રાજ કપૂર હતું. મારો જન્મ થયો ત્યારે મમ્મી અને પપ્પાએ Rથી શરૂ થતાં નામો શોધવાનું શરૂ કર્યું, કારણ કે તેઓ મારા પિતા અને દાદાના પહેલા અક્ષર પરથી જ મારું નામ રાખવા માગતાં હતાં, પરંતુ તેમને કોઈ નામ મળતું જ નહોતું. આ સમયે શમ્મી અંકલે સલાહ આપી કે દીકરાનું નામ રાજ કપૂરના નામ પર રાખી શકાય, કારણ કે રાજ કપૂર પોતાના નામમાં ‘રણબીર’નો ઉપયોગ કરતા નહોતા એટલે આ નામ બાળકને આપી દેવાય. આ રીતે મારું નામ દાદાના નામ પરથી રાખવામાં આવ્યું.’


