રણબીર કપૂર માટે ‘દાદી કી શાદી’ ખાસ છે કારણ કે આ ફિલ્મથી તેની બહેન રિદ્ધિમા કપૂર સાહની પણ બૉલીવુડમાં ડેબ્યુ કરી રહી છે. આ સિવાય રિદ્ધિમાની ૧૫ વર્ષની દીકરી સમારા સાહની પણ પહેલી વખત સ્ક્રીન પર જોવા મળશે.
દાદી કી શાદીના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં રણબીર પડાપડી કરતા ફોટોગ્રાફર્સ પર અકળાયો
બૉલીવુડ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટે નીતુ કપૂરની ૮ મેના દિવસે રિલીઝ થનારી ફિલ્મ ‘દાદી કી શાદી’ના મંગળવારે યોજાયેલા સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં રણબીર અને આલિયાની કારની બહાર ફોટોગ્રાફર્સ ભેગા થઈ ગયા હતા અને રસ્તો રોકી લીધો હતો જેના પછી રણબીર ફોટોગ્રાફર્સ પર ગુસ્સે થઈ ગયો હતો. રણબીર ફોટોગ્રાફર્સને દૂર રહેવા માટે અને તેમને જગ્યા આપવા માટે કહે છે જેથી તેઓ આરામથી પોઝ આપી શકે. આ પછી ફોટોગ્રાફર્સે જગ્યા આપતાં રણબીરે પત્ની આલિયાને પ્રોટેક્ટ કરીને કારમાંથી ઊતરવામાં મદદ કરી અને પછી તસવીરો ક્લિક કરાવી હતી.