Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > તૈયાર થઈ જાઓ પાર્કિંગ માટે ખિસ્સાં ખાલી કરવા

તૈયાર થઈ જાઓ પાર્કિંગ માટે ખિસ્સાં ખાલી કરવા

Published : 07 May, 2026 07:17 AM | Modified : 07 May, 2026 07:18 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શહેરના પબ્લિક પાર્કિંગ લૉટમાં તથા પે ઍન્ડ પાર્કની સુવિધાઓમાં BMC તોતિંગ ૪૦ ટકા જેટલું વધારે ભાડું લેવાનો પ્લાન કરી રહ્યું છે

દાદરમાં આવેલો કોહિનૂર પબ્લિક પાર્કિંગ લૉટ. તસવીરઃ અતુલ કાંબળે

દાદરમાં આવેલો કોહિનૂર પબ્લિક પાર્કિંગ લૉટ. તસવીરઃ અતુલ કાંબળે


મુંબઈમાં હવે ટૂંક સમયમાં મ્યુનિસિપલ પાર્કિંગ-લૉટમાં પાર્કિંગ કરવા માટે મોટી રકમ ચૂકવવી પડશે. BMCએ મુંબઈમાં પાર્કિંગ-ફીમાં ૪૦ ટકાનો વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ વધારાને પહેલાંથી જ ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ્સ) તરફથી મંજૂરી મળી ગઈ છે અને હવે મ્યુનિસિપલ કમિશનર અશ્વિની ભિડે પાસેથી મંજૂરીની રાહ જોવાઈ છે. આ દરખાસ્તને BMCની સ્ટૅન્ડિંગ કમિટી અને સામાન્ય સભાની મંજૂરીની પણ જરૂર પડશે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે નવા દરો મુંબઈની તમામ મ્યુનિસિપલ પાર્કિંગ-સુવિધાઓ પર લાગુ થશે, જેમાં પબ્લિક પાર્કિંગ લૉટ (PPL), ઑન-સ્ટ્રીટ પે ઍન્ડ પાર્ક અને ઑફ-સ્ટ્રીટ પે ઍન્ડ પાર્ક સુવિધાઓનો સમાવેશ થાય છે.



BMC દ્વારા ચલાવવામાં આવતા પાર્કિંગ-કૉન્ટ્રૅક્ટરોએ જણાવ્યું હતું કે આમ પણ પાર્કિંગ-લૉટનો વધુ ઉપયોગ થતો નથી અને આટલા ઊંચા ભાવ લેવાશે તો પાર્કિંગનો ઉપયોગ સાવ ઓછો થઈ જશે.


એક PPL કૉન્ટ્રૅક્ટરે જણાવ્યું હતું કે ‘પાર્કિંગ-ફીમાં વધારો થાય તો લોકો પાર્કિંગનો વપરાશ ઘટાડી દે છે. અમે અગાઉ આવું થતું જોયું છે. અત્યારે પાર્કિંગમાં ઑક્યુપન્સી ૪૦થી ૬૦ ટકાની વચ્ચે છે. જો વધારો લાગુ કરવામાં આવે છે તો ચોક્કસપણે અમને નુકસાન થશે.’

પ્રસ્તાવ શું કહે છે?


  • બધી BMC પાર્કિંગ-સુવિધાઓમાં પાર્કિંગ-ચાર્જમાં ૪૦ ટકાનો વધારો.
  • PPL, ઑન-સ્ટ્રીટ અને ઑફ-સ્ટ્રીટ પે ઍન્ડ પાર્ક સુવિધાઓ પર લાગુ.
  • અત્યારના અને ભવિષ્યના કૉન્ટ્રૅક્ટમાં સુધારેલા ભાવનો સમાવેશ કરવામાં આવશે.
  • મંજૂરી પ્રક્રિયાના આધારે અમલીકરણમાં બેથી છ મહિનાનો સમય લાગી શકે છે.

મુંબઈનું મ્યુનિસિપલ પાર્કિંગ નેટવર્ક

  • પબ્લિક પાર્કિંગ લૉટ (PPL) : મલ્ટિ-લેવલ પાર્કિંગ-સુવિધાઓ
  • ઑન-સ્ટ્રીટ પે ઍન્ડ પાર્ક : રોડસાઇડ પાર્કિંગ પેઇડ પાર્કિંગ સાથે ફેલાયેલું છે
  • ઑફ-સ્ટ્રીટ પે ઍન્ડ પાર્ક : રસ્તાઓથી દૂર પાર્કિંગ-લૉટ

સમગ્ર મુંબઈમાં પાર્કિંગ ક્ષમતા

કૅટેગરી | સંખ્યા | ક્ષમતા

PPL | ૩૭ | ૩૦,૧૩૮

ઑન અને ઑફ-સ્ટ્રીટ પે ઍન્ડ પાર્ક લૉટ | ૬૧ | ૭૯૪૧ |

કુલ પાર્કિંગ | ૯૮ લૉટ | ૩૮,૦૭૯ |

 

- રિપોર્ટ : સાર્થક મહેતા

Whatsapp-channel Whatsapp-channel

07 May, 2026 07:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK