પ્લાસ્ટિકની જૂની બૉટલનો ઉપયોગ તમે વર્ટિકલ ગાર્ડન માટે કરી શકો છો. મુંબઈમાં ગૅલરીમાં જગ્યા ઓછી હોય ત્યારે આ બેસ્ટ છે.
પ્લાસ્ટિકની જૂની બૉટલ યુઝ કરવાના આઇડિયાઝ
પ્લાસ્ટિકની જૂની બૉટલનો ઉપયોગ તમે વર્ટિકલ ગાર્ડન માટે કરી શકો છો. મુંબઈમાં ગૅલરીમાં જગ્યા ઓછી હોય ત્યારે આ બેસ્ટ છે. બૉટલને આડી રાખીને એની વચ્ચેના ભાગને લંબચોરસ કાપો. એમાં માટી ભરીને નાના છોડ (જેમ કે કોથમીર, ફુદીનો કે મની પ્લાન્ટ) વાવો. બૉટલના બન્ને છેડે દોરી બાંધીને એને એકની નીચે એક લટકાવી દો. આ રીતે ઓછી જગ્યામાં આખી દીવાલ લીલીછમ થઈ જશે.
સેલ્ફ-વૉટરિંગ સિસ્ટમ તરીકે પણ આનો ઉપયોગ થઈ શકે છે. ખાસ કરીને જ્યારે આપણે બહારગામ જવાનું થાય ત્યારે છોડને પાણી પાવા માટે. એ માટે બૉટલના ઢાંકણમાં નાનું કાણું પાડો. બૉટલમાં પાણી ભરીને એને કૂંડાની માટીમાં ઊંધી ખૂંપાવી દો. છોડને ટીપે-ટીપે પાણી મળતું રહેશે અને માટી સુકાશે નહીં.
