Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > યે જવાની હૈ દીવાનીની સીક્વલની કોઈ જરૂર નથી

યે જવાની હૈ દીવાનીની સીક્વલની કોઈ જરૂર નથી

Published : 17 February, 2026 08:11 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રણબીર કપૂરે કહ્યું કે ફૅન્સ આ ફિલ્મનો બીજો ભાગ જોવા માગે છે પણ મને એનો અંત પર્ફેક્ટ લાગે છે

`યે જવાની હૈ દીવાની`નો સીન

`યે જવાની હૈ દીવાની`નો સીન


‘યે જવાની હૈ દીવાની’માં રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ લીડ રોલમાં જોવા મળ્યાં હતાં અને આ ફિલ્મનું ડિરેક્શન અયાન મુખરજીએ કર્યું હતું. આ ફિલ્મ ૨૦૧૩માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને આજે ૧૨ વર્ષ બાદ પણ ફૅન્સ એને યાદ કરી રહ્યા છે. ગયા વર્ષે આ ફિલ્મને રી-રિલીઝ કરવામાં આવી હતી અને આ સમયે પણ ફિલ્મે સફળતા મેળવી હતી. આ લોકપ્રિયતા પછી ફિલ્મના ફૅન્સ એની સીક્વલની ડિમાન્ડ કરી રહ્યા છે.

હવે રણબીર કપૂરે ‘યે જવાની હૈ દીવાની’ની સીક્વલની ડિમાન્ડ વિશે પ્રતિક્રિયા આપી છે. તેણે જણાવ્યું કે ‘‘યે જવાની હૈ દીવાની’નો અંત ખૂબ જ પર્ફેક્ટ હતો અને એની સીક્વલ ન બનવી જોઈએ. ઘણા લોકો આ ફિલ્મનો બીજો ભાગ ઇચ્છે છે પરંતુ ઘણી નવી ફિલ્મો, નવા નિર્દેશકો અને નવા વિચારો છે જેના પર કામ થઈ શકે છે.’


Whatsapp-channel Whatsapp-channel

17 February, 2026 08:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK