Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારી ઉંમરને ફિટ થતો એક મિનિટનો રોલ પણ મળશે તો પણ હું એ કરીશ

મારી ઉંમરને ફિટ થતો એક મિનિટનો રોલ પણ મળશે તો પણ હું એ કરીશ

Published : 05 February, 2026 11:29 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૬૯ વર્ષનાં કલ્પના ઐયરે ફરી ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી

૬૯ વર્ષનાં કલ્પના ઐયર

૬૯ વર્ષનાં કલ્પના ઐયર


એંસીના દાયકાનાં ઍક્ટ્રેસ કલ્પના ઐયર ફરી એક વાર સૌની નજરમાં આવી ગયાં છે. છેલ્લા કેટલાક  સમયથી સોશ્યલ મીડિયા પર વેડિંગ ફંક્શનમાં તેમનો ‘રમ્બા હો’ ગીત પરનો ડાન્સ-વિડિયો ચર્ચામાં આવી ગયો છે. હકીકતમાં આ ગીત ૧૯૮૧માં આવેલી ફિલ્મ ‘અરમાન’નું છે અને એના ઓરિજિનલ વિડિયોમાં પણ કલ્પના ઐયર જ ડાન્સ કરતાં જોવા મળે છે.

હવે પોતાના આ વાઇરલ વિડિયો વિશે વાત કરતાં કલ્પના ઐયરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે ‘હું મારા મિત્રના દીકરાનાં લગ્નમાં હતી અને મેં કોઈ પ્લાનિંગ વગર ડાન્સ કર્યો હતો અને પછી એમ જ સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો. થોડા જ કલાકોમાં મારો આ ડાન્સ વાઇરલ થઇ ગયો હતો. આના કારણે હું બહુ આશ્ચર્યચકિત અને આભારી છું.’



કલ્પના ઐયરના ‘રમ્બા હો’ સૉન્ગનો સમાવેશ સુપરહિટ ‘ધુરંધર’માં કરવામાં આવ્યો છે જેના કારણે આ ગીત ફરી ટ્રેન્ડ કરી રહ્યું છે. પોતાના આ ગીતને મળેલી લોકપ્રિયતા વિશે વાત કરતાં કલ્પના ઐયરે કહ્યું હતું કે ‘મને ખ્યાલ છે કે આ ગીત ફરી ટ્રેન્ડ કરી રહ્યું છે પણ મેં હજી સુધી ફિલ્મ જોઈ નથી. હું આદિત્ય ધરની આભારી છું. જો કોઈ ફિલ્મ મારા ગીતને એવી રીતે પાછું લાવે કે નવી પેઢી પણ એને ઉત્સાહથી અપનાવી લે તો એ મારા માટે કમાલની વાત છે. આ અદ્ભુત છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આ મારા માટે નવા અવસર લાવે. મને ઇન્ડસ્ટ્રી બહુ યાદ આવી... સ્ટુડિયો, એની સુગંધ અને બધું. આશા છે કે આ નવી શરૂઆત બનશે. જો મારી ઉંમરને ફિટ થતો એક મિનિટનો રોલ પણ હશે તો હું કરીશ.’


Whatsapp-channel Whatsapp-channel

05 February, 2026 11:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK