CCTV ફૂટેજ મુજબ, વિસ્ફોટની ઘટના સોમવાર, 2 ફેબ્રુઆરીના રોજ રાત્રે લગભગ 10.51 વાગ્યે બની હતી. સીસીટીવી ફૂટેજમાં, એક મહિલા પહેલા સુટકેસ સાથે લિફ્ટમાં પ્રવેશતી જોવા મળે છે, ત્યારબાદ એક પુરુષ પ્લાસ્ટિકની થેલીમાં બંધ ગૅસથી ભરેલા ફુગ્ગાઓ લઈને આવે છે.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
મુંબઈના ગોરેગાંવ વેસ્ટમાંથી એક ભયાનક ઘટના CCTV કૅમેરામાં કેદ થઈ છે. અહીં એક ઈમારતની લિફ્ટની અંદર ગૅસ ભરેલા ફુગ્ગાનો વિસ્ફોટ થયો અને લોકોના જીવ જોખમમાં મુકાયા. આ ઘટના અનમોલ ટાવરમાં બની હતી, અને આખા વિસ્ફોટ લિફ્ટના સીસીટીવી કૅમેરામાં કેદ થયો હતો.
CCTV ફૂટેજ મુજબ, વિસ્ફોટની ઘટના સોમવાર, 2 ફેબ્રુઆરીના રોજ રાત્રે લગભગ 10.51 વાગ્યે બની હતી. સીસીટીવી ફૂટેજમાં, એક મહિલા પહેલા સુટકેસ સાથે લિફ્ટમાં પ્રવેશતી જોવા મળે છે, ત્યારબાદ એક પુરુષ પ્લાસ્ટિકની થેલીમાં બંધ ગૅસથી ભરેલા ફુગ્ગાઓ લઈને આવે છે. દરમિયાન જેમ બીજો પુરુષ અંદર પ્રવેશે છે, ત્યારે લિફ્ટની અંદર એક જોરદાર વિસ્ફોટ થાય અને આગ પણ ભડકે બળે છે. ત્રણેય લોકો પોતાનો જીવ બચાવવા માટે બહાર દોડતા અને ભાગવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. ઘટના પછી, ઘાયલોને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, અને પોલીસે ફુગ્ગા વિક્રેતા સામે બેદરકારી બદલ કેસ નોંધ્યો છે.
ADVERTISEMENT
અહીં જુઓ વાયરલ વીડિયો
In a shocking incident,gas-filled balloons led to an explosion in the lift of a building in #Goregaon The three people in the lift had a miraculous escape
— Indrajeet chaubey (@indrajeet8080) February 4, 2026
Incident took place in Goregaon West area of Mumbai in Anmol Tower,has been captured on CCTV camera#Mumbai@MumbaiPolice pic.twitter.com/gq5hZHP3DP
ગૅસવાળ ફુગ્ગાને લઈને પણ ચિંતા
મહારાષ્ટ્રના માલેગાંવમાં 77 મા પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરી, 2026 ના રોજ એક અકસ્માત થયો હતો. પોલીસ પરેડ ગ્રાઉન્ડથી માત્ર ૨૫૦ મીટર દૂર એક ફુગ્ગા વિક્રેતાનો નાઇટ્રોજન ગૅસ સિલિન્ડર ફાટતાં નવ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ હતા. ઘાયલોમાં બે બાળકો અને બે મહિલાઓનો સમાવેશ થાય છે, જેમાંથી બેની હાલત ગંભીર છે. પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે સવારે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રધ્વજને સલામી આપવાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. જિલ્લા કલેક્ટર, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકો હાજર હતા. તે જ સમયે, પરેડ ગ્રાઉન્ડ નજીક એક ફુગ્ગા વિક્રેતા નાઇટ્રોજન ગૅસથી ફૂલેલા ફુગ્ગા વેચી રહ્યો હતો. બાળકો અને પરિવારો પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે ફુગ્ગા ખરીદવા માટે ત્યાં ભેગા થયા હતા. તે જ ક્ષણે, સિલિન્ડરમાં અચાનક બ્લાસ્ટ થયો. વિસ્ફોટનો અવાજ એટલો જોરથી સંભળાયો હતો કે તે દૂર દૂર સુધી સંભળાયો હતો, જેનાથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. શરૂઆતમાં, લોકો ગભરાઈ ગયા હતા, તેને આતંકવાદી ઘટના અથવા અન્ય કારણોસર જવાબદાર ગણાવી રહ્યા હતા, જેના કારણે અફવાઓ ફેલાઈ હતી.
પોલીસે અકસ્માતમાં નવ લોકો ઘાયલ થયાની જાણ કરી, જેમાં બે બાળકો અને બે મહિલાઓનો સમાવેશ હતો. ઘાયલોની ઓળખ વિનોદ થોરાટ, મોહિત જાધવ, અતુલ શેવાળે, પ્રમિલા યાદવ અને ઉજ્જવલા મહાજન તરીકે થઈ. તમામ ઘાયલોને તાત્કાલિક સ્થાનિક ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, તેમાંથી બેની હાલત ગંભીર હતી અને તેમને સારવાર માટે નાસિક રિફર કરવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ફુગ્ગાઓ ફુલાવવા માટે ઉપયોગમાં લેવાતા નાઇટ્રોજન ગૅસ સિલિન્ડરમાં ટૅકનિકલ ખામી અથવા વધુ પડતા દબાણને કારણે વિસ્ફોટ થયો હતો. પોલીસ ઘટનાની સંપૂર્ણ તપાસ કરી રહી છે અને સલામતીના ધોરણોની પણ સમીક્ષા કરી હતી.


