ભારતે ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૨૪૦ રન કર્યા હતા
ઈશાન કિશને ૨૦ બૉલમાં ૫૩ રન ફટકાર્યા હતા (તસવીર : અતુલ કાંબળે)
T20 વર્લ્ડ કપ પહેલાં ગઈ કાલે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ગઈ કાલે નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં રમાયેલી વૉર્મઅપ મૅચમાં ટીમ ઇન્ડિયાએ ૩૦ રનથી દમદાર જીત નોંધાવી હતી. ભારતે ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૨૪૦ રન કર્યા હતા, જેના જવાબમાં સાઉથ આફ્રિકા ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૨૧૦ રન કરી શક્યું હતું. ભારત વતી ઈશાન કિશન (૨૦ બૉલમાં ૫૩, ૭ સિક્સ અને બે ફોર), તિલક વર્મા (૧૯ બૉલમાં ૪૫, ત્રણ સિક્સ અને ત્રણ ફોર), હાર્દિક પંડ્યા (૧૦ બૉલમાં ૩૦, ૩ સિક્સ અને બે ફોર) દ્વારા જોરદાર ફટકાબાજી થઈ હતી.


