Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > BJPના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાનાં મમ્મી પર પુણેમાં કોઈએ કાર ચડાવી દીધી

BJPના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાનાં મમ્મી પર પુણેમાં કોઈએ કાર ચડાવી દીધી

Published : 05 February, 2026 07:37 AM | IST | Pune
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘટનાને લઈને શહઝાદ પૂનાવાલાએ કહ્યું હતંુ કે મારી મમ્મીની સાથે આ ઉંમરે જે થયું છે એનાથી મન અંદરથી કચવાય છે.

પેટ્રોલ-પમ્પ પર થયેલો અકસ્માત.

પેટ્રોલ-પમ્પ પર થયેલો અકસ્માત.


BJPના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાનાં ૭૫ વર્ષનાં મમ્મી મંગળવારે સાંજે સાડાપાંચ વાગ્યે પુણેમાં રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO) નજીક આવેલા પેટ્રોલ-પમ્પ પર હિટ ઍન્ડ રન ઘટનામાં જખમી થયાં હતાં. કારમાં CNG ભરાતું હતું એ દરમ્યાન પેટ્રોલ-પમ્પના પરિસરમાં ઊભા હતાં ત્યારે અજાણ્યા વાહને તેમને અડફેટે લીધા બાદ વાહનચાલક ફરાર થઈ ગયો હતો. આ મામલે સ્થાનિક પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

શહઝાદ પૂનાવાલાએ કહ્યું હતું કે ‘મારાં મમ્મી ડ્રાઇવર સાથે કારમાં હતાં એ સમયે CNG ભરતી વખતે તેઓ પેટ્રોલ-પમ્પ પરિસરમાં ઊભાં હતાં ત્યારે એક કારે તેમને ટક્કર મારી હતી એટલું જ નહીં, કાર-ડ્રાઇવરે ઊભા રહી મદદ કરવાનો પણ પ્રયત્ન કર્યો નહોતો. ઘટના બાદ મમ્મીને તાત્કાલિક પુણેની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં જ્યાં ડૉક્ટરોએ હિપ-ફ્રૅક્ચર હોવાનું નિદાન કર્યું હતું. આગામી એક-બે દિવસમાં સર્જરી કરવાની શક્યતા છે.’



ઘટનાને લઈને શહઝાદ પૂનાવાલાએ કહ્યું હતંુ કે મારી મમ્મીની સાથે આ ઉંમરે જે થયું છે એનાથી મન અંદરથી કચવાય છે. શહઝાદના પૉલિટિકલ ઍનલિસ્ટ ભાઈ તહસીન પૂનાવાલાએ અગાઉ મળેલી ધમકીઓનો ઉલ્લેખ કરીને પોલીસને ગંભીર તપાસ કરવાની અરજ કરી છે. ગઈ કાલે પોલીસ-ફરિયાદ નોંધાવી પેટ્રોલ-પમ્પ તથા આસપાસનાં CCTV કૅમેરાનાં ફુટેજના આધારે ફરાર કાર શોધવામાં આવી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

05 February, 2026 07:37 AM IST | Pune | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK