કન્ફર્મ થઈ ગયું છે કે સૌરવ ગાંગુલીની બાયોપિક બની રહી છે અને રાજકુમાર રાવ એમાં દાદા તરીકે વિખ્યાત સૌરવ ગાંગુલીની ભૂમિકામાં જોવા મળશે.
સૌરવ ગાંગુલી, રાજકુમાર રાવ
છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન અને બંગાળના ખ્યાતનામ ખેલાડી સૌરવ ગાંગુલીની બાયોપિકને લઈને ચર્ચા ચાલી રહી હતી. હવે ફિલ્મ વિશે મોટી માહિતી મળી છે અને કન્ફર્મ થઈ ગયું છે કે સૌરવ ગાંગુલીની બાયોપિક બની રહી છે અને રાજકુમાર રાવ એમાં દાદા તરીકે વિખ્યાત સૌરવ ગાંગુલીની ભૂમિકામાં જોવા મળશે.
હાલમાં એક ઇન્ટરવ્યુમાં રાજકુમાર રાવે કન્ફર્મ કર્યું કે તે ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટનની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા ભજવશે. રાજકુમાર રાવે જણાવ્યું હતું કે ‘હવે જ્યારે દાદાએ આ વાત કહી દીધી છે તો મારે પણ આને સત્તાવાર રીતે જાહેર કરી દેવી જોઈએ. હા, હું તેમની બાયોપિક કરી રહ્યો છું અને દાદાની ભૂમિકા ભજવી રહ્યો છું. મને આ રોલ કરતાં પહેલાં થોડો ડર લાગી રહ્યો હતો, કારણ કે આ બહુ મોટી જવાબદારી છે, પણ ઇન્ટરેસ્ટિંગ છે.’
ADVERTISEMENT
આ ઇન્ટરવ્યુમાં રાજકુમાર રાવે ફિલ્મ માટે બંગાળી શીખવાના તેના પ્રયાસનો ઉલ્લેખ કર્યો હતો. હકીકતમાં રાજકુમારની પત્ની પત્રલેખા બંગાળી છે અને રાજકુમાર આ રોલ માટે પત્ની પાસેથી બંગાળી શીખી રહ્યો છે. આ બાયોપિકમાં સૌરવ ગાંગુલીના વ્યક્તિગત જીવનથી લઈને તેની કરીઅર સુધીની વાતો દર્શાવવામાં આવશે.

