Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રાજકુમાર અને ભૂમિ માર્ચમાં લઈને આવશે ‘ભીડ’

રાજકુમાર અને ભૂમિ માર્ચમાં લઈને આવશે ‘ભીડ’

02 February, 2023 04:47 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મની સ્ટોરી ૨૦૨૦ના નેશનવાઇડ લૉકડાઉન પર આધારિત છે

રાજકુમાર રાવ, ભૂમિ પેડણેકર અને અનુભવ સિંહા

રાજકુમાર રાવ, ભૂમિ પેડણેકર અને અનુભવ સિંહા


રાજકુમાર રાવ અને ભૂમિ પેડણેકર તેમની આગામી ફિલ્મ ‘ભીડ’ને ૨૪ માર્ચે લઈને આવશે. 

આ ફિલ્મને અનુભવ સિંહાએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મની સ્ટોરી ૨૦૨૦ના નેશનવાઇડ લૉકડાઉન પર આધારિત છે. ‘મુલ્ક’, ‘આર્ટિકલ 15’ અને ‘થપ્પડ’ બાદ હવે અનુભવ સિંહા આ ફિલ્મને લઈને આવી રહ્યા છે. આ ફિલ્મમાં રાજકુમાર અને ભૂમિની સાથે પંકજ કપૂર, દિયા મિર્ઝા અને આશુતોષ રાણા પણ જોવા મળશે.



આ પણ વાંચો : રાજકુમાર રાવની હું ફૅન છું : જ્યોતિકા


આ ફિલ્મ વિશે વાત કરતાં અનુભવ સિંહાએ કહ્યુ કે ‘અમારી ‘ભીડ’માં હાલમાં જે પણ થયું છે એનું ​પ્રતિબિંબ જોવા મળશે. લૉકડાઉનમાં મુશ્કેલ સમયમાં આપણે ઘણી હાડમારીઓ જોઈ છે. મારા માટે આ સ્ટોરીને લોકો સામે લાવવી ખૂબ જ જરૂરી હતી.’

આ ફિલ્મને અનુભવ સિંહા અને ભૂષણ કુમારે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ વિશે ભૂષણ કુમારે કહ્યું કે ‘અનુભવ સિંહા અને હું ઘણા લાંબા સમયથી સાથે કામ કરતા આવ્યા છીએ. ૨૦૨૩માં આ અમારો ત્રીજો જૉઇન્ટ પ્રોજેક્ટ છે. આપણા દેશે જે સૌથી મુશ્કેલ સમય જોયો છે એ સ્ટોરીને અમે ખૂબ જ ડીટેલમાં લઈને આવ્યા છીએ. અનુભવનું ડિરેક્ટર તરીકેનું વિઝન ખૂબ જ જોરદાર છે, જે આ સ્ટોરીમાં જોઈ શકાશે.’


Whatsapp-channel Whatsapp-channel

02 February, 2023 04:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK