Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રાજકુમાર રાવની હું ફૅન છું : જ્યોતિકા

રાજકુમાર રાવની હું ફૅન છું : જ્યોતિકા

31 January, 2023 04:17 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મનું પોતાના ભાગનું શૂટિંગ જ્યોતિકાએ પૂરું કરી લીધું છે

રાજકુમાર રાવની હું ફૅન છું : જ્યોતિકા

રાજકુમાર રાવની હું ફૅન છું : જ્યોતિકા


જ્યોતિકાએ જણાવ્યું છે કે તે રાજકુમાર રાવની ફૅન છે. આ બન્ને ફિલ્મ ‘શ્રી’માં સાથે દેખાવાનાં છે. આ ફિલ્મનું પોતાના ભાગનું શૂટિંગ જ્યોતિકાએ પૂરું કરી લીધું છે. આ ફિલ્મ ઇન્ડસ્ટ્રિયલિસ્ટ શ્રીકાંત બોલાના જીવન પર આધારિત છે. પોતાની નબળાઈને નસીબ આડે ન આવવા દેતાં તેમણે લાઇફમાં સંઘર્ષ કરીને એક ઉત્કૃષ્ટ ઉદાહરણ સમાજ માટે પૂરું પાડ્યું છે. આ ફિલ્મમાં જ્યોતિકાની સાથે રાજકુમાર રાવ પણ જોવા મળશે. ફિલ્મને તુષાર હીરાનંદાનીએ ડિરેક્ટ અને ભૂષણ કુમાર અને નિધિ પરમાર હીરાનંદાનીએ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મની ટીમ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને જ્યોતિકાએ કૅપ્શન આપી હતી, ‘‘શ્રી’માં મારા ભાગનું શૂટિંગ મેં ભારે હૃદય સાથે પૂરું કરી લીધું છે. અત્યાર સુધી કામ કરેલી ટીમમાં આ અદ્ભુત ટીમ છે. તુષાર અને નિધિ, આ રીતે મને માન આપવા અને આ અર્થસભર ​ફિલ્મમાં મને સામેલ કરવા માટે આભાર. રાજકુમાર, હું તારી મોટી ફૅન છું. મારા માટે આ સન્માનની વાત છે કે બૉલીવુડના બ્રિલિયન્ટ ઍક્ટર સાથે મને સ્ક્રીન શૅર કરવાની તક મળી. તારી પાસેથી ઘણુંબધું શીખવા મળ્યું છે. એક ઍક્ટર તરીકે આ ટીમ સાથે કામ કરવાથી મારો વિકાસ થયો છે.’


Whatsapp-channel Whatsapp-channel

31 January, 2023 04:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK