રજત બેદીએ કહ્યું કે મારી ડૉટર માત્ર ૧૮ વર્ષની છે અને તેને ખબર નથી પડી રહી કે તેની સાથે શું થઈ રહ્યું છે
રજત બેદી દીકરી સાથે
રજત બેદી ‘The Ba***ds of Bollywood’ પછી ચર્ચામાં છે. આ સિરીઝના પ્રીમિયર વખતે રજતે પરિવાર સાથે હાજરી આપી હતી અને એ સમયે તેની દીકરી વેરા બેદીની સુંદરતાએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ પ્રીમિયર પછી એવી કમેન્ટ્સ વાઇરલ થઈ રહી છે કે ૧૮ વર્ષની વીરા પાસે ૧૦ કરીના કપૂર અને ૨૦ ઐશ્વર્યા રાય પણ પાણી ભરે. હવે દીકરી વીરાને મળી રહેલા આટલા બધા અટેન્શન પછી પિતા રજત બેદીએ તેની દીકરીની કરીના તેમ જ ઐશ્વર્યા સાથે સરખામણી ન કરવા માટે વિનંતી કરી છે. રજત બેદીએ પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું છે કે ‘અમે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે તમારો પ્રેમ મળી રહ્યો છે. પ્લીઝ... પ્લીઝ... તેની તુલના કરીના કે ઐશ્વર્યા સાથે ન કરો. તેઓ અમારી ઇન્ડસ્ટ્રીમાં ખૂબ મોટી હસ્તીઓ છે. મારી દીકરી બહુ નાની છે. તે ૧૮ વર્ષની જ છે અને કૉલેજ જાય છે. તેને પણ સમજાતું નથી કે તેની સાથે શું થઈ રહ્યું છે.’


