Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Pushpa 2 The Rule Second Song: ‘પુષ્પા 2’નું બીજું સોન્ગ રીલીઝ, પુષ્પારાજ-શ્રીવલ્લીએ જીત્યા ચાહકોના દિલ

Pushpa 2 The Rule Second Song: ‘પુષ્પા 2’નું બીજું સોન્ગ રીલીઝ, પુષ્પારાજ-શ્રીવલ્લીએ જીત્યા ચાહકોના દિલ

29 May, 2024 01:06 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Pushpa 2 The Rule Second Song: અલ્લૂ અર્જુન જબરદસ્ત એનર્જી અને સ્વેગ સાથે જોઈ શકાય છે અને રશ્મિકા પણ પોતાના ‘સામી સામી’ના ચાર્મથી દર્શકોના દીલને જીતી રહી છે

`પુષ્પા 2`ના સોન્ગનું પોસ્ટર

`પુષ્પા 2`ના સોન્ગનું પોસ્ટર


કી હાઇલાઇટ્સ

  1. `ધ કપલ સોન્ગ` હવે આખરે 6 અલગ અલગ ભાષાઓમાં રિલીઝ થઇ ચૂક્યું છે
  2. શ્રેયા ઘોષાલે તમામ 6 ભાષાઓમાં આવ્યાજ આપ્યો છે
  3. `પુષ્પા 2: ધ રૂલ` 15 ઓગસ્ટ, 2024ના રોજ રિલીઝ થવાની છે

‘પુષ્પા 2: ધ રૂલ’ના ચાહકો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. હવે આ ફિલ્મનું `ધ કપલ સોંગ` (Pushpa 2 The Rule Second Song) રીલીઝ થયું છે. આ સોંગમાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અલ્લુ અર્જુનને પુષ્પરાજ તરીકે અને રશ્મિકા મંદાનાને શ્રીવલ્લી તરીકે જોતાં જ ચાહકોમાં એક અનેરો ઉત્સાહ ફરી વળ્યો છે. આ પહેલા જ્યારે જ્યારે ફિલ્મના ટીઝરે લોકોમાં ખૂબ જ ઉત્સાહ વધાર્યો હતો. હવે આ સોન્ગ રીલીઝ થયા બાદ ચાહકોમાં તે વધી ગયો છે.

શું જોવા મળી રહ્યું છે વિડીયોમાં?
આ વિડિયો ગીત (Pushpa 2: The Rule Second Song)માં પ્રેક્ષકોને તેમની મનપસંદ ફિલ્મના વાસ્તવિક સેટની ઝલક પણ નજરે ચઢે છે. આ સાથે જ દર્શકો માટે એક નવો અને મનોરંજક અનુભવ કરાવે છે. આ સોન્ગના વીડિયોમાં દિગ્દર્શક સુકુમાર આ ગીતના શૂટિંગની મજા લઈ રહ્યાં હોય તે જણાઇ આવે છે. આ સાથે જ કલાકાર અને ક્રૂ કોરિયોગ્રાફર ગણેશ આચાર્યની ધૂન પર ડાન્સ કરી રહ્યાં છે.

6 જુદી જુદી ભાષાઓમાં આવ્યું સોન્ગ 


‘પુષ્પા 2: ધ રૂલ’નું સેકન્ડ સિંગલ `ધ કપલ સોન્ગ` હવે આખરે 6 અલગ અલગ ભાષાઓમાં રિલીઝ થઇ ચૂક્યું છે. જેમ કે સુસેકી (તેલુગુ), અંગારો (હિન્દી), સૂડાના (તમિલ), નોડોકા (કન્નડ), કંડાલો (મલયાલમ) અને આગુનેર (બંગાળી). આ ગીત માણીને જરૂર દર્શકોને પસંદ પડશે તેવું છે. 

તમને જણાવી દઈએ કે આ સોન્ગ (Pushpa 2 The Rule Second Song)ને ખૂબ જ આકર્ષક અને સુંદર રીતે તૈયાર કરવામાં આવ્યું છે. અને તેને મેલોડી ક્વીન શ્રેયા ઘોષાલે તમામ 6 ભાષાઓમાં આવ્યાજ આપ્યો છે. ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક સૌથી શ્રેષ્ઠ ગાયક શ્રેયા ઘોષાલે એકથી વધારે ભાષાઓમાં ગીત ગાઇને પોતાના ટેલેન્ટથી સૌના દિલ ફરી જીત્યા છે. આ સાથે જ ગીતની એંગેજ કરનારી ટ્યુન અપબિટ છે, અને માસ્ટર ઑફ મેજિક કહેવાતા કમ્પોઝર દેવિ શ્રી પ્રસાદ (DSP) ફરીથી આ નવા વર્ઝન સાથે હંગામો મચાવશે તેમાં કોઈ બેમત નથી.

જ્યાં એક બાજુ ગીત (Pushpa 2 The Rule Second Song)માં અલ્લૂ અર્જુન જબરદસ્ત એનર્જી અને સ્વેગ સાથે જોઈ શકાય છે ત્યાં બીજી બાજુ રશ્મિકા પણ પોતાના ‘સામી સામી’ના ચાર્મથી દર્શકોના દીલને જીતી રહી છે. આ લિરિકલ વિડિયોમાં ઘણા કેચી હુક સ્ટેપ્સ છે. ફિલ્મના ફર્સ્ટ સિંગલ ‘પુષ્પા પુષ્પા’એ યૂટ્યુબ પર રેકોર્ડ બનાવ્યો છે. હવે આ પણ પોતાનો રેકોર્ડ બનાવશે એમાં કોઈ બેમત નથી.

ક્યારે આવશે આ ફિલ્મ?

તો તમને કહી દઈએ કે `પુષ્પા 2: ધ રૂલ` 15 ઓગસ્ટ, 2024ના રોજ રિલીઝ થવાની છે. સુકુમાર દ્વારા દિગ્દર્શિત અને માઈશ્રી મૂવી મેઈકર્સ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં અલ્લૂ અર્જુન, રશ્મિકા મંદાના અને ફહદ ફાસિલ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

Whatsapp-channel Whatsapp-channel

29 May, 2024 01:06 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK