પ્રિયંકાએ દીકરી માલતી મારી અને અર્પિતાની દીકરી આયતની ક્યુટ તસવીર શૅર કરી
પ્રિયંકાની દીકરી માલતી મારી અને અર્પિતાની દીકરી આયતની ક્યુટ તસવીર
હૉલીવુડમાં પોતાની દમદાર ઓળખ બનાવનાર પ્રિયંકા ચોપડા હાલમાં તેની ખાસ મિત્ર એવી સલમાન ખાનની બહેન અર્પિતા ખાનને મળી હતી. આ મુલાકાત વખતે તેની દીકરી માલતી મારી અને અર્પિતાની દીકરી આયત વચ્ચે બહુ સારી મિત્રતા થઈ ગઈ હતી અને તેઓ બેસ્ટ ફ્રેન્ડ બની ગઈ હતી.
પ્રિયંકાએ સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કર્યો છે જેમાં માલતી મારી અને આયત હાથમાં હાથ રાખીને ચાલી રહી છે. વિડિયો સાથે પ્રિયંકાએ લખ્યું કે અમારી દીકરીઓ બેસ્ટ ફ્રેન્ડ જેવી છે.
ADVERTISEMENT
અર્પિતા ખાન અને પ્રિયંકા ચોપડાની દોસ્તી નવી નથી. બન્ને અનેક પ્રસંગોએ સાથે જોવા મળી છે. અર્પિતા પ્રિયંકાનાં લગ્નમાં સામેલ થઈ હતી અને પ્રિયંકા પણ અર્પિતાના પુત્ર આહિલના જન્મ પર તેને શુભેચ્છા આપવા પહોંચી હતી. હવે તેમની દીકરીઓ પણ એકબીજાની સારી મિત્ર બની ગઈ છે.


