પ્રિયંકા ચોપડા જોનસને કરવામાં આવી મરાકેશ ફિલ્મ ફેસ્ટિવલમાં સન્માનિત
પ્રિયંકા ચોપડા જોનસ
મોરોક્કોમાં આયોજિત મરાકેશ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રિયંકા ચોપડા જોનસને સન્માનિત કરવામાં આવી છે. ફિલ્મોમાં આપેલા તેનાં યોગદાનને ધ્યાનમાં રાખીને તેને નવાજવામાં આવી છે. આ ફેસ્ટિવલમાં ગોલ્ડન સાડી પહેરીને પહોંચેલી પ્રિયંકા ખૂબ જ ગ્લૅમરસ દેખાઈ રહી હતી. ટ્રોફી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી કે ‘આજથી લગભગ વીસ વર્ષ પહેલા મેં મારા કરીઅરની શરૂઆત કરી હતી એ વિચાર પોતાનામાં જ અદ્ભુત છે. મરાકેશ ફિલ્મ ફેસ્ટિવલમાં મને મળેલા માનથી હું ખૂબ જ સન્માન અને ગર્વ અનુભવી રહી છું.’