પ્રિયંકા અને નિકનો બીચ પર જાહેરમાં કિસ કરતો વિડિયો થયો વાઇરલ
પ્રિયંકા તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં આ વેકેશનની સુંદર તસવીર શૅર કરેલી
હાલમાં પ્રિયંકા ચોપડા પતિ નિક જોનસ અને દીકરી માલતી મારી સાથે ફ્લૉરિડાના માયામીમાં વેકેશન ગાળી રહી છે. પ્રિયંકા તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં આ વેકેશનની સુંદર તસવીરો પોસ્ટ કરતી રહી છે. તેમના વેકેશનની તાજેતરની ઝલકે ચાહકોને રોમાંચિત કરી દીધા છે. જોકે હાલમાં પ્રિયંકા અને નિકે શૅર કરેલો એક વિડિયો વાઇરલ બન્યો છે.
આ વિડિયોમાં નિક બીચ પર એકલો અને ઉદાસ ઊભો છે ત્યાં એકાએક પ્રિયંકા દોડીને આવે છે અને નિકને વળગી પડે છે. આ પછી બન્ને એકબીજાને કિસ કરે છે અને બન્નેના ચહેરા પર ખુશી છલકાય છે.

