પૂજાનો પતિ સંજય તિવારી પણ તેમના જ ગામનો હતો. જોકે પૂજા ૨૯ જુલાઈએ પરીક્ષા આપવા માટે ઘરેથી નીકળી હતી પછી પાછી જ ન આવી. પિતાએ ૩૦ જુલાઈએ પૂજા ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી
પુત્રીના કૃત્યથી દુખી પિતાએ તેના મૃત્યુની શોકપત્રિકા પણ પ્રકાશિત કરી હતી.
રાજસ્થાનના એક ગામમાં ભૈરુલાલ જોશી નામના પિતાએ ગઈ કાલે પોતાની જીવતી પુત્રીનું શ્રાદ્ધકર્મ કરીને મૃત્યુભોજનનું આયોજન કરી દીધું હતું. એટલું જ નહીં, તેમણે તમામ સગાંસંબંધીઓને પણ આ મૃત્યુભોજનમાં આમંત્રિત કર્યાં હતાં.

ADVERTISEMENT
બન્યું એવું કે થોડા મહિના પહેલાં જ ભૈરુલાલે તેમની પુત્રી પૂજાનાં લગ્ન લાખો રૂપિયા ખર્ચીને કરાવ્યાં હતાં. પૂજાનો પતિ સંજય તિવારી પણ તેમના જ ગામનો હતો. જોકે પૂજા ૨૯ જુલાઈએ પરીક્ષા આપવા માટે ઘરેથી નીકળી હતી પછી પાછી જ ન આવી. પિતાએ ૩૦ જુલાઈએ પૂજા ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પૂજાને શોધી કાઢી ત્યારે જાણવા મળ્યું કે તેણે તેના પતિના સંબંધી સૂરજ તિવારી સાથે પોતાની મરજીથી લગ્ન કરી લીધાં હતાં. વાત ત્યાં અટકી નહીં. ૪ ઑગસ્ટે પૂજા પોલીસ સામે હાજર થઈને જણાવી ગઈ કે તેણે સૂરજ સાથે સ્વેચ્છાએ લગ્ન કર્યાં છે અને હવે તે તેની સાથે જ રહેવા માગે છે. પૂજાએ પોતાના પરિવારથી પોતાની સલામતીનો ડર પણ વ્યક્ત કર્યો હતો.
આ આખી ઘટનાથી દુખી પિતાએ દીકરીના નામનું નહાઈ લેવાનું નક્કી કર્યું. સમગ્ર પરિવારે પૂજાને મૃત માનવાનો નિર્ણય કર્યો. એ પછી તો તેમણે પૂજાના નામની શોકપત્રિકા પ્રકાશિત કરી, ૧૨ દિવસનો શોક પાળ્યો અને ૧૦ ઑગસ્ટે મૃત્યુભોજનનું આયોજન કર્યું હતું.


